રાજકોટમાં અગાઉ સ્પોર્ટ્સ શિક્ષક તરીકે નોકરી કરતાં જયુપીલ પટેલ નામના ઇસમે પોતાની સાથે નોકરી કરતી શિક્ષિકાને તેના પુત્ર અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઈ છે. આ ફરિયાદમાં શિક્ષિકાએ જણાવ્યું કે, જયુપીલ જયસુખ પટેલ નામના ઈસમે મહિલા સાથે શહેરના અલગ-અલગ વિસ્તારમાં દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું છે. તેમજ આ ઘટનાના મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યા છે, જે વાઈરલ કરવાની ધમકી પણ ઈસમ દ્વારા આપવામાં આવી રહી છે.
રાજકોટ શર્મસાર, શિક્ષકે જ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ - Sport Teacher
રાજકોટઃ શહેરના મહિલા પોલીસ મથકમાં એક શિક્ષિકા દ્વારા અગાઉ પોતાની સાથે શાળામાં નોકરી કરતા સ્પોર્ટ્સ શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકા દ્વારા જણાવાયું કે, પોતાના પુત્ર અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર-નવાર સ્પોર્ટ્સ શિક્ષક દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરીને તેનો વીડિયો મોબાઈલમાં બનાવ્યો હતો. શિક્ષિકા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતાં શિક્ષણ જગતમાં હાહાકાર મચ્યો છે.
શિક્ષકે શિક્ષીકા પર દુષ્કર્મની ફરિયાદ
આ ઘટના સતત છેલ્લા બે વર્ષથી બની રહી હોવાનું પણ શિક્ષિકા દ્વારા પોલીસ મથકમાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ અગાઉ શિક્ષિકા અને પરણિત સ્પોર્ટ્સ શિક્ષક વચ્ચે ભાઈ બહેનના વ્યવહાર હતાં ત્યારબાદ સમગ્ર ઘટના બની છે.