ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાંથી ભારત-ન્યુઝીલેન્ડ સેમિફાઇનલ મેચ પર સટ્ટો રમતા 70 વર્ષના વૃદ્ધ ઝડપાયા - Rajkot Police

રાજકોટઃ હાલ ચાલી રહેલ ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન મંગળવારના રોજ ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે સેમિફાઇનલ મેચ યોજાઇ હતી. ત્યારે રાજકોટમાં આ મેચ પર સટ્ટો રમતા એક 70 વર્ષના વૃદ્ધ ઝડપાયા છે. વૃદ્ધ પરાપીપલીયાગામ વિસ્તારમાં આવેલા પોતાના મકાનમાં ચાલુ મેચ પર સટ્ટો રમતા હોવાની બાતમી મળતા પોલીસે ઘરે દરોડો પાડીને ઝડપી પાડ્યા હતા.

રાજકોટમાંથી ભારત-ન્યુઝીલેન્ડ સેમિફાઇનલ મેચ પર સટ્ટો રમતા 70 વર્ષના વૃદ્ધ ઝડપાયા

By

Published : Jul 10, 2019, 1:46 PM IST

હાલ વર્લ્ડકપ ક્રિકેટ મેચ રમાઈ રહી છે. ત્યારે સૌકોઈ ક્રિકેટ રસિયાઓ મેચ જોવાની મજા માણી રહ્યા છે. એવામાં રાજકોટમાંથી એક 70 વર્ષના વૃદ્ધ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલ સેમિફાઇનલ મેચ પર સટ્ટો રમતા ઝડપાયા છે. રાજકોટના પરાપીપલીયા ગામ નજીક રહેતા નાથાભાઇ ચુનિભાઈ વ્યાસ પોતાના મકાનમાં મોબાઈલ પર સેશનના સોદા કરતા રંગેહાથે ઝડપાયા હતા. જેની પોલીસે ધરપકડ કરી મોબાઈલ, ટીવી, રોકડ રૂપિયા સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

70 વર્ષના વૃદ્ધ નાથાભાઇ ચુનિભાઈ વ્યાસ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details