આજે ગાંધીજયંતી હોવાથી દેશમાં ઉજવણીનો માહોલ છે, લોકો અલગ-અલગ રીતે ગાંધી જયંતીની ઉજવણી કરી રહ્યા છે, ગાંધીજયંતીના ભાગરૂપે રાજકોટમાં કંઇક અલગ રીતે જ ગાંધીજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
ગાંધી@150ઃ રાજકોટમાં 150 'બાળગાંધી'ની ગાંધીકુચ - Mahatma Gandhi
રાજકોટઃ દેશના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજી આજે 150મી જન્મ જયંતિ છે. આજના દિવસે અલગ-અલગ સંસ્થા દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ ગાંધી જયંતિ નિમિતે ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટમાં ગાંધીજીની 150મી જન્મજયંતિની અનોખી ઉજવણી, 150 ગાંધી ઉતર્યા રસ્તા પર
રાજકોટની વિવિધ સ્કૂલના અંદાજીત 150 જેટલા વિદ્યાર્થીઓ ગાંધીજી બન્યા હતા અને ગાંધીકુચ કરી હતી. જે શહેરના જ્યુબિલિ બાગથી રાષ્ટ્રીય શાળા સુધી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષથી રાજકોટમાં યુવા ફ્રીડમ ગ્રુપ દ્વારા આ પ્રકારની ઉજવણી કરીને ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.