ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : ક્વાર્ટરમાં ગેરકાયદેસર બે દુકાનો બનાવીને ભાડે આપનાર શખ્સની ધરપકડ - Malviya Nagar Housing Board Quarters pressure

રાજકોટના માલવીયાનગર વિસ્તારમાં એક શખ્સ ગેરકાયદેસર રીતે દુકાનો અને ઓફિસ બનાવીને બેઠો હતો. આ શખ્સ માલવીયાનગરના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં દુકાનો બનાવી ભાડે આપી દીધી હતી. અંતે સમગ્ર મામલો પોલીસ પાસે જતા આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

Rajkot News : ક્વાર્ટરમાં ગેરકાયદેસર બે દુકાનો બનાવીને ભાડે આપનાર શખ્સની ધરપકડ
Rajkot News : ક્વાર્ટરમાં ગેરકાયદેસર બે દુકાનો બનાવીને ભાડે આપનાર શખ્સની ધરપકડ

By

Published : Apr 4, 2023, 9:17 AM IST

હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં ગેરકાયદેસર રીતે બે દુકાનોને ઓફિસ બનાવનાર શખ્સની પોલીસે કરી ધરપકડ

રાજકોટ :માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં એક શખ્સ દ્વારા પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે બે દુકાનો અને ઓફિસ બનાવવામાં આવી હતી. તેમજ હાઉસિંગ બોર્ડની જગ્યા પર કબજો કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે કલેકટરને લેન્ડ ગ્રેબિંગ હેઠળની અરજી મળતા આ મામલે રાજકોટ કલેકટરે લેન્ડ ગ્રેબીન હેઠળ ગુનો નોંધવાની મંજૂરી આપી હતી. જેને લઈને માલવીયાનગર પોલીસે હાઉસિંગ બોર્ડના કવાર્ટરમાં ગેરકાયદેસર દબાણ કરનાર શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં આ પ્રકારે અનેક ગેરકાયદેસર બાંધકામો પર અસામાજિક તત્વોએ કબજો જમાવ્યો છે. એવામાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો :Harshad Mega Demolition Drive : હર્ષદ મેગા ડિમોલિશનમાં 250 બાંધકામ તોડાયાં, 4 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

બે દુકાનો બનાવીને ભાડે આપી દીધી : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, શહેરના અમીન માર્ગ પર હાઉસિંગ બોર્ડના કવાર્ટર આવેલા છે. આ ક્વાર્ટરમાં અનેક લોકો વસી રહ્યા છે. એવામાં હાઉસિંગ બોર્ડના કવાર્ટરમા ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા તરલિકાબેન દદુકીયાના ક્વાર્ટર પાસે પાર્કિંગ અને સીડીની જગ્યા આવેલી હતી. જ્યાં આ જ કવાર્ટરમાં રહેતા અલાઉદ્દીન કારિયાણીયા બે દુકાનો બનાવીને ભાડે આપી દીધી હતી. ત્યારબાદ સીડીની જગ્યામાં ઓફિસ બનાવી હતી અને તે પણ ભાડે આપી દીધી હતી. આ મામલે તરલિકાબેન દ્વારા રાજકોટ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે કોર્પોરેશન દ્વારા શખ્સને તાત્કાલિક ગેરકાયદેસર દબાણ દૂર કરવાની નોટિસ પાઠવી હતી, પરંતુ આ શખ્સ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં નહીં આવતા અંતે તરલિકાબેને કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરી હતી. જે મામલે માલવીયાનગર પોલીસ દ્વારા આરોપીને પકડવામાં આવ્યો છે.

આ પણ વાંચો :Mega Demolition: સાવરકુંડલામાં પહેલી વાર મેગા ડિમોલિશન, કબજો કરીને બેઠેલા લોકોના દબાણ પર બૂલડોઝર ફેરવી દેવાયું

કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવાની અપાઈ હતી નોટિસ :આ ઘટના અંગે ACP બી.જે ચૌધરીએ જણાવ્યું હતું કે, માલવીયાનગર પોલીસ વિસ્તારમાં આવેલા અમીન માર્ગ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વોટરમાં એક શખ્સ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી બે દુકાનો અને ઓફિસ બનાવવામાં આવી છે. જે ભાડે આપવામાં આવી છે. જે અંગે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે માલવીયાનગર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હાલ આ મામલે વધુ કાર્યવાહી શરૂ છે. ઉલ્લેખનીય છે કે ,ગેરકાયદેસર બાંધકામ કરનાર અલાઉદ્દીન કારિયાણીયા નામનો આરોપી બુકી પણ છે. ત્યારે અમીન માર્ગ જેવા વિસ્તારમાં પણ ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ સામે આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

ABOUT THE AUTHOR

...view details