રાજકોટ: કોરોનાના કહેર વચ્ચે લૉકડાઉનનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે કે નહિ, તે અંગે રાજકોટ રેન્જ મહાનિરીક્ષક સંદીપસિંહ દ્વારા રાજકોટથી ગોંડલ સુધી 36 કિ.મિ.ની અંદર આવતી તમામ ચેકપોસ્ટને ચેક કરાઇ હતી.
રાજકોટ રેન્જમાં આવતા તમામ ચેકપોસ્ટ પર IGનું સરપ્રાઇઝ ચેકિંગ - રાજકોટ કોરોના અપડેટ
કોરોનાના કહેર વચ્ચે લૉકડાઉનનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે કે નહિ, તે અંગે રાજકોટ રેન્જ મહાનિરીક્ષક સંદીપસિંહ દ્વારા રાજકોટથી ગોંડલ સુધી 36 કિ.મિ.ની અંદર આવતી તમામ ચેકપોસ્ટને ચેક કરાઇ હતી.
ગોંડલની અંદર આવેલા નવ નાકા પોઇન્ટ ચેક કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર દ્વારા ટેકનોલોજી અને ડ્રોનના માધ્યમથી ચુસ્તપણે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જાહેરનામાના ભંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી થઈ રહી છે.
તમામ મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે, હજુ લોકડાઉનના જેટલા દિવસ બાકી છે. ત્યાં સુધી સરકારની સૂચના મુજબ અમલીકરણ કરવું. પોલીસને મદદ કરવી, જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું અને કોઈ પણ અગવડતા હોય તો પોલીસ 24 કલાક ખડેપગે છે. પોલીસને જાણ કરી મદદ લઇ શકો છો.