રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં જાણે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેવી ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક લૂંટની ઘટના રાજકોટમાં બનવા પામી છે. શહેરના ઇન્દિરા સર્કલ નજીક આવેલ કોહિનૂર એપાર્ટમન્ટમાં એક વૃદ્ધાને બંધક બનાવીને અંદાજિત રૂપિયા 3 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અહીંયા ઘરકામ કરતી નેપાળી મહિલા દ્વારા જ આ વૃદ્ધને પહેલા માર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રૂમમાં પૂરીને આ લૂંટ ચલાવામાં આવી હતી. જ્યારે ઘટનાને પગલે તાત્કાલિક DCP, ACP, PI સહિતની પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. હાલ આ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
"રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં આવેલ કોહિનૂર એપાર્ટમેન્ટના ત્રીજા માળે એક ફ્લેટમાં લૂંટની ઘટન સામે આવી છે. આ લૂંટ બપોરના સમયે અહી રહેતા એક વૃદ્ધા અને તેમના દીકરા 301 નંબરના મકાનમાં હતા. ત્યારે તેમને ઘરમાં કામ કરતી એક યુવતી અને તેની સાથે આવેલ અજાણ્યા યુવક દ્વારા અહીંયા લૂંટના બનાવને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં બપોરના સમયે વૃદ્ધા તેમના રૂમમાં સૂઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઈસમો રૂમમાં કબાટમાંથી ચોરી કરી રહ્યા હતા. ત્યારે આ વૃદ્ધા જાગી જતાં ત્યારે આ વૃદ્ધાને શખ્સો દ્વારા બાંધી દેવામાં આવ્યા હતા. એવામાં આ શખ્સો લૂંટ ચલાવી ભાગી ગયા ત્યારબાદ વૃદ્ધાને રૂમમાં તપાસ કરતા તેમનો પુત્ર પણ બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો-- સુધીર દેસાઈ ( રાજકોટના DCP)