રાજકોટઃ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરાઇ જાહેરાત આ કાર્યક્રમને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટ ડીરેક્ટર દિગંત બોરાના જણાવ્યા અનુસાર, એરપોર્ટ ઓર્થોરિટી સાથે આયોજિત વિડીયો કોન્ફરન્સમાં ચેરમેન સંજીવકુમાર દ્વારા હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ‘‘રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’’ તરીકે નામકરણ કરવામાં આવ્યું હોવાનું જાહેર કરાયું હતું.
Rajkot International Airport કલાત્મક મૂર્તિઓ મૂકાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટઃ હવેથી આ એરપોર્ટ ‘’રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’’ તરીકે ઓળખાશે. એરપોર્ટ ખાતે ઉભા કરાયેલા કલાત્મક ટર્મિનલ બિલ્ડીંગ ખાતે એરાઇવલ અને ડીપાર્ચર સહિતની જગ્યાઓને સાઈનેજીસથી સજ્જ કરી દેવામાં આવ્યું છે. ટર્મિનલમાં સિક્યોરિટી બેરીયર અને ટ્રોલીની સુવિધાઓ ઉપરાંત, વિવિધ ઓફિસો સાધનોથી સજ્જ કરી દેવામાં આવી છે. ઓપરેશન મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા વિવિધ સ્થળોની રેકી કરી લેવામાં આવી છે. એરપોર્ટ ખાતે જરૂરી સાફસફાઈ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
Rajkot International Airport વેઈટિંગ રૂમ તૈયાર મુલાકાત લઈ લીધીઃહાલમાં એરપોર્ટ ઓર્થોરિટીના ચેરમેન સંજીવકુમાર હિરાસર એરપોર્ટની મુલાકાત લઈ ચુક્યા છે. તેમજ ડી.જી.સી.એ. ની ટીમ દ્વારા મુલાકાત લઈ ફાઈનલ ઇન્સ્પેકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હિરાસર એરપોર્ટનું કામ છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી શરૂ હતું. હવે તેનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારે તારીખ 27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્લેન દ્વારા હિરાસર એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. વિઝીટ કરશે.
Rajkot International Airport એરપોર્ટ પર નવો રન વે તૈયાર કરાયો રાજકોટ રવાના થશેઃરાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જનસભાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટના કાર્યક્રમને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે રેસકોસ ગ્રાઉન્ડની મુલાકાત લેવામાં આવી હતી. તેમને રાજકોટના અલગ અલગ કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી. પીએમ મોદીનું પ્લેન નવા નિર્માણ પામેલા 'રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ" પર ઉતરશે. જોકે, આ માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ તો રાજકોટના ક્લેક્ટરે આ માટે જુદી જુદી કમિટીઓ તૈયાર કરી છે.
- Gandhinagar News : તમારું કામ દિલ્હીમાં ચેક થાય છે માણસને ગટરમાં ન ઉતારો, ધારાસભ્યો પદાધિકારીઓને CMની ટકોર
- Gandhinagar News: સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીને લઈને ભાજપની પાર્લામેન્ટરી બેઠક મળી, 21 જુલાઈએ જાહેર કરશે ઉમેદવારો