રાજકોટ :રાજ્યમાં કોરોના બાદ નાની વયના લોકોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાં રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ જેટલા નાની વયના લોકોના હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે. ત્યારે આજે વધુ એક માત્ર 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. યુવાન કારખાનામાં કામ કરતો હતો તે દરમિયાન અચાનક બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો હતો. ત્યારે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે આ યુવાનનું મોત પણ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.
Rajkot Heart Attack Death : હે રામ, શું થવા બેઠું છે ! 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકાતુર - Rajkot Mayor
કોરોનાકાળ બાદ નાની વયના લોકોમાં પણ હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સા વધ્યા છે. ત્યારે રાજકોટમાં ફરી એક યુવાનનું મૃત્યુ થયું છે. 24 વર્ષીય યુવક કારખાનામાં કામ કરતા સમયે બેહોશ થઈ ગયો હતો. યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરના મતે યુવાનનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનો અંદાજ છે.
Published : Sep 11, 2023, 1:46 PM IST
24 વર્ષીય આશાસ્પદ યુવક :સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 24 વર્ષીય જસ્મિન મુકેશભાઈ વઘાસિયા શહેરના કોઠારીયા રીંગ રોડ નજીક રહે છે. આજે પોતાના નિત્યક્રમ મુજબ મુરલીધર વે બ્રિજ નજીક આવેલા બાલાજી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં કામ કરી રહ્યો હતો. અચાનક તે ત્યાં ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો હતો. યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ યુવાનને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું છે. જ્યારે તબીબોએ પ્રાથમિક તપાસમાં યુવાનનું મોત હાર્ટ એટેકથી થયાનું જણાવ્યું છે. જોકે, માત્ર 24 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે યુવાનના પરિવાર પર પણ દુઃખનું આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
પરિવાર શોકાતુર :જસ્મીન મુકેશભાઈ વઘાસિયા નામના 24 વર્ષીય યુવાનનું મોત થયું છે. એવામાં પરિવારજનો પાસેથી મળતી વિગતો મુજબ જસ્મીન અપરણિત હતો. ઉપરાંત પરિવારમાં એક માત્ર પુત્ર હતો. જ્યારે તેને બે બહેનો છે. એવામાં પરિવારના આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થતાં પરિવારજનોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે, આ અગાઉ પણ રાજકોટ જિલ્લામાં કુલ નાની વયના એક યુવતી અને બે યુવાનોના ગત સપ્તાહે હાર્ટ એટેકના કારણે મોત થયું છે. એવામાં આજે વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થતાં હાલ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.