- રાજકોટમાં પરદેશથી આવેલા 42 લોકોને કોરાંટાઇન કરાયા
- નવા એમીક્રોન વાઇરસથી આરોગ્ય વિભાગ એલર્ટ થયું
- વિદેશી પ્રવાસીઓને 10 દિવસ કોરાંટાઇન કરવામાં આવ્યા
રાજકોટઃ હાલ સમગ્ર વિશ્વમાં નવો વાઇરલ(new virus in world) હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ભારત દેશમાં આ નવા વાઈરસને પગલે આરોગ્ય વિભાગ(Rajkot Health Department) એલર્ટ થઈ ચુક્યું છે. તેમજ વિદેશ પ્રવાસમાંથી આવતા તમામ મુસાફરોનું સઘન ચેકિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે રંગીલા રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં 42 જેટલા મુસાફરો વિદેશ પ્રવાસથી(foreign tourists in india) આવ્યા છે. આ તમામ લોકોને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરાંટાઇન કરવામાં આવ્યા છે. અને તેમના ટેસ્ટિંગ(omicron test in rajkot) પણ કરવામાં આવ્યા છે. હજુ સુધી કઈ શંકાસ્પદ મુસાફર મળી આવ્યા નથી. પરંતુ તેઓ તમામ આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ છે.
42 વિદેશી પ્રવાસીઓને કોરાંટાઇન કરવામાં આવ્યા
રાજકોટ મહાનગરપાલિકાને(Rajkot Municipal Corporation) અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા એક યાદી મોકલવામાં આવી છે. જેમાં વિદેશમાંથી આવતા તમામ મુસાફરોના નામ અને સરનામાં છે. જેને લઈને આરોગ્ય વિભાગ પણ એલર્ટ(Rajkot Health Department Alert) થયું છે અને આ તમામ વિદેશી પ્રવાસીઓને કોરાંટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા તમામ વિદેશી પ્રવાસીઓને 10 દિવસ કોરાંટાઇન રાખવામાં આવશે. ત્યારબાદ 7 દિવસ પછી ફરી રિપોર્ટ કરાશે અને ત્યારબાદ 14 દિવસ પછી પણ તેમના રિપોર્ટ કરવામાં આવશે. આમ ત્રણ વાર આ વિદેશી પ્રવાસીઓના રિપોર્ટ કરવામાં આવશે.