ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Rape Case : યુવતીને લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચરતા પોલીસ પુત્રની ધરપકડ - Bhavnagar youth rapes Rajkot girl

ભાવનગરના પોલીસ પુત્ર એ રાજકોટની યુવતીને લાલચ આપીને દુષ્કર્મ આચરતા પોલીસ ફરીયાદ નોંધાય છે. પોલીસ પુત્રને સરકારી નોકરી મળતા યુવતી સાથેના સંપર્ક તોડી નાખ્યો હતો. પોલીસે ફરીયાદ આધારે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot Rape Case : યુવતીને લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચરતા પોલીસ પુત્રની ધરપકડ
Rajkot Rape Case : યુવતીને લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચરતા પોલીસ પુત્રની ધરપકડ

By

Published : Feb 23, 2023, 12:44 PM IST

રાજકોટ : રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક યુવતી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઇ છે. ભાવનગરના પોલીસ પુત્ર દ્વારા આ યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પોલીસ પુત્રને સરકારી નોકરી મળી જતા તેને યુવતી સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :Surat Crime : મામાના દીકરાએ બે સગી બહેનો પર ગુજાર્યું દુષ્કર્મ, 10 લાખની ખંડણી માગી, આરોપીની ધરપકડ

છેલ્લા 4 વર્ષ દરમિયાન વારંવાર આચર્યું દુષ્કર્મ :સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં રાજકોટની યુવતી અને ભાવનગરના રાજદીપસિંહ પ્રવિણસિંહ ગોહિલ નામના યુવક વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ બંને એકબીજાને મળતા રહેતા હતા. જ્યારે યુવકે રાજકોટ ખાતે રહેતી યુવતીને શહેરના અલગ અલગ વિસ્તારમાં મળવા બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને લગ્નની લાલચ આપીને આ યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચારતો હતો. યુવક અને યુવતી બંને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હતા. જે દરમિયાન યુવકને સિનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થતા સરકારી નોકરી મળી ગઈ હતી. ત્યારબાદ તેને આ યુવતી સાથેના સંપર્ક તોડી નાખી લગ્નનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો :Ahmedabad Crime:વેલેન્ટાઈન ડે પડ્યો મોંઘો, યુવકે સગાઈ કરી દુષ્કર્મ આચરીને છેડો ફાડ્યો

પોલીસે આરોપી એવા પોલીસ પુત્રની કરી ધરપકડ :વર્ષ 2017માં પહેલી વખત આ યુવતી સાથે રાજદીપઝીંહ ગોહિલ નામના યુવકે દુષ્કર્મ આચાર્ય હતું. ત્યારબાદ વારંવાર આ પ્રકારની ઘટના ઘટી હતી. જ્યારે યુવતીને યુવક દ્વારા લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આવ્યું હતું. જોકે યુવકને સરકારી નોકરી મળી ગયા બાદ તેને આ યુવતીનો સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ યુવતીએ આ સમગ્ર મામલાની જાણ પોતાના પરિવારજનોને કરતા પરિવારજનોએ રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી રાજદીપસિંહ ગોહિલના પિતા પોલીસમાં ફરજ બજાવે છે. ત્યારે પોલીસ પુત્ર દ્વારા જ દુષ્કર્મ કર્યાની ફરિયાદ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે પોલીસના PI ભાર્ગવસિંહ ઝણકાટે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ દુષ્કર્મના આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તેમને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ શરૂ છે.

ABOUT THE AUTHOR

...view details