રાજકોટ : 98 વર્ષના સ્વાતંત્ર્ય સેનાની એવા મનસુખ પંચાલે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી નાખ્યું છે. જ્યારે તેઓ સ્વાતંત્ર સેનાની પણ છે, પરંતુ તેમને હવે પેન્શન માટે સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડી રહ્યા છે. તેમને પેન્શન માટે સરકારી ઓફિસમાં અરજી કરી છે, પરંતુ ઓફિસમાં અધિકારીઓ તેમને બોલાવે છે ચા પીવડાવે છે અને તેમ કહીને ફરી મોકલે છે કે, તમારા પેન્શનની અરજી અંગેની કામગીરી શરૂ છે. જ્યારે આ મામલે મનસુખ પંચાલે PM મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખીને વહેલી તકે તેમને પેન્શન આપવાની માંગણી કરી છે.
14 વર્ષની ઉંમરમાં ગાંધીજીને મળ્યો હતો :મનસુખ પંચાલે આ જણાવ્યું હતું કે, મેં પેન્શન માટે ઘણી વખત રજૂઆત કરી છે. હવે મને યાદ પણ નથી કે મેં કેટલી વાર આ અંગેની રજૂઆત કરી હશે. જ્યારે હું સરકારી ઓફિસમાં પેન્શન માટે જઉ ત્યારે અધિકારીઓ મને જ્યાં ચા પાણી પીવડાવે અને એમ કહે છે કે તમને અમે પેન્શન માટે બોલાવશું, પરંતુ હજુ સુધી કોઈએ પેન્શન માટે બોલાવ્યો નથી. હું જ્યારે 14 વર્ષનો હતો. ત્યારે રાજકોટ ખાતે આવેલી રાષ્ટ્રીય શાળામાં ગાંધીજીને મળ્યો હતો. તે સમયે કસ્તુરબા ગાંધી ત્રંબા ખાતે નજર કેદ રાખવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન મારે ગાંધીજી સાથે મુલાકાત થઈ હતી, જ્યારે ગાંધીજી મારા પિતાજીને પણ ઓળખતા હતા.
આ પણ વાંચો :EPFO on Higher Pension : જો તમારે વધુ પેન્શન જોઈએ છે, તો તૈયાર થઈ જાઓ, સરકારે શરૂ કરી છે પ્રક્રિયા