રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં 600 કરોડનું ફુલેકુ ફેરવનાર આરોપી ઝડપાયો ગયો છે. જિલ્લાઓમાં વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટીના નામે લાખો લોકો સાથે છેતરપીંડી આચરી હોવાનું માહિતી મળી હતી. લોકો પાસેથી પૈસા જમા કરાવીને અંદાજીત 600 કરોડનું ફુલેકુ ફેરવનાર આરોપી એવા અકરમ અંસારી નામના શખ્સની CID દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ આ શખ્સની ધરપકડ કરી CID દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ કરાઈ છે.
આ પણ વાંચો :ઘરનું સપનું બતાવી લોકોને કોણીએ ગોળ ચોટાડનારો કૌભાંડી ઝડપાયો
600 કરોડનું ફુલેકુ ફેરવ્યું :રાજકોટ સહિતના જિલ્લાઓમાં પાંચ વર્ષ અગાઉ વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટી નામની એક સંસ્થા આ શખ્સ દ્વારા ઉભી કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ લોકો પાસેથી નાણાં જમા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સંસ્થા દ્વારા જે લોકો પાસેથી નાણાં લેવામાં આવ્યા હતા તેમને થોડી રકમ વ્યાજ સાથે આપવામાં આવી હતી. જેના કારણે વધુમાં વધુ લોકો આ સંસ્થા સાથે જોડાયા હતા અને અંતે વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટીની ઓફિસે તાળા લાગી ગયા હતા. જેના કારણે લાખ્ખો લોકોના નાણાં ડૂબી ગયા હતા. જે મામલે ફરિયાદ સામે આવી હતી.