ઉપલેટામાં રાત્રે જાહેરમાં ફાયરિંગનો બનાવ સર્જાતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત રાજકોટ : ઉપલેટા શહેરના પંચહાટડી ચોકમાં રાત્રિ દરમિયાન જૂની અદાવતના ખારની શંકાએ અજાણ્યા એ ફાયરિંગ કરી બબાલ સર્જી છે. બબાલ સરજી ફાયરિંગ કરવાની આ ઘટનાની અંદર બીજા ઈજાગ્રસ્તોને ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર હેઠળ છે. જૂની અદાવતનો ખાર હોવાની શંકાએ બબાલ સરજી હોવાનું ઇજાગ્રસ્તે જણાવ્યું છે.
શું છે સમગ્ર મામલો : આ અંગે ઇજાગ્રસ્ત મહંમદઅલી સમાએ જણાવ્યું છે કે, ઉપલેટા શહેરના પંચહાટડી ચોકની અંદર રાત્રિ દરમિયાન તેઓ બેઠા હતા, ત્યારે અચાનક એક ગાડી આવી અને તેમાંથી કેટલાક લોકોએ આવતા બબાલ સરજી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની આ ઘટનામાં બે લોકોને ગોળી લાગી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. વધુમાં જણાવ્યું છે કે, જૂની અદાવતના ખારની શંકાએ તેમના પર ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગની ઘટનામાં હાલ ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ઈરફાન ઇબ્રાહીમ લાંબા, મહમદઅલી અલીભાઈ સમા, જવિદ આમદ સંધવાણી સહિતના લોકો સારવાર હેઠળ છે.
આ પણ વાંચો :Punjab Firing: ભટિંડાના મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ, 4ના મોત, ક્વિક રિએક્શન ટીમનું ઓપરેશન ચાલુ
શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ : ઉપલેટા છેલ્લા ઘણા સમયથી દિવસેને દિવસે ગંભીર ગુનાઓ તરફ આગળ વધી રહ્યો છે. જેમાં તાજેતરમાં બનેલા ગુનાઓની વાત કરવામાં આવે તો પૈસાની ઉઘરાણી માટે એક વૃદ્ધનું અપહરણ કરવાની ઘટના સામે આવી હતી. આ સાથે ઉપલેટા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ટીમ પર મેજિસ્ટ્રેટની સામે હુમલો કરીને મારામારી કરવામાં આવી હતી. આવી અનેક ગંભીર બાબતો છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે, ત્યારે અહીંયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય, લોકો સલામત રહે અને ગુનાહિત ગ્રાફમાં ઘટાડો આવે તેવી પંથકના લોકો આશા સેવી રહ્યા છે.
આ પણ વાંચો :Bharuch Crime : નર્સરીમાં કામ કરતા વ્યક્તિ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 ગોળી વાગી
ફાયરિંગ થતા બંદોબસ્ત ગોઠવાયો :ઉપલેટા શહેરના જાહેર ચોકમાં ફાયરિંગની ઘટના અંગે જાણ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ અંગે જાણ થતા જતપુર નાયબ પોલીસ અધિક્ષક ઉપલેટા ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોની પૂછપરછ કરી હતી. પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હોવાના સુત્રો મળ્યા છે. સાથે જ ઇજાગ્રસ્તના નિવેદન નોંધી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.