રાજકોટ : શહેરમાં તબીબ યુવતી દ્વારા આત્મહત્યા કરવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ તબીબી યુવતીના આત્મહત્યા બાદ સુસાઇડ નોટ પોલીસને હાથ લાગી છે, પરંતુ તબીબી યુવતીના મૃત્યુ મામલે કોઈ ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા આ યુવતીના માતા-પિતાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જ્યારે તેના માતા પિતાની પૂછપરછ થશે ત્યાર બાદ જ આ યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે સામે આવશે, પરંતુ રાજકોટમાં તબીબ યુવતી દ્વારા આત્મહત્યા કરવાની ઘટનાને લઈને શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ઘટના સ્થળેથી સુસાઇડ નોટ :સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરની ભાગોળે આવેલા માધાપર ચોકડી નજીક અતુલ્ય એપાર્ટમેન્ટમાં રહેતી 25 વર્ષીય બિંદીયા બોખાણી નામની તબીબ યુવતીએ પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. જ્યારે બિંદીયા પોતાના ઘરે એકલી હતી તે દરમિયાન આ પ્રકારનું પગલું ભર્યું હતું. ત્યારે બિંદિયાના માતા પિતાએ બિંદીયાને ફોન કર્યો હતો, પરંતુ તેને ફોનના ઉપાડતા માતા-પિતા તાત્કાલિક ઘરે આવ્યા હતા. જ્યારે ઘરે આવીને જોયું તો તેમની દીકરીનો મૃતદેહ જોવા મળ્યો હતો, ત્યારબાદ આ ઘટનાની જાણ ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવી હતી. જ્યારે ગાંધીગ્રામ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને બીજી તરફ વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ હાથ લાગી છે. જ્યારે આ સુસાઇડ નોટમાં કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
હાલ આ યુવતીનું ચોક્કસ મૃત્યુનું કારણ સામે આવ્યું નથી, પરંતુ આ યુવતીના માતા-પિતાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જેમની પૂછપરછ કરવામાં આવશે. ત્યારબાદ કોઈ ચોક્કસ કારણ બહાર આવી શકે છે. યુવતીએ સુસાઇડમાં એવું લખ્યું છે કે, હું મારી જિંદગીથી કંટાળીને આ પ્રકારનું પગલું ભરું છું. ત્યારે આના માટે કોઈ જવાબદાર નથી. જ્યારે આ મામલે યુવતીના માતા પિતાની પૂછપરછ હાથ ધરવામાં આવશે, ત્યારબાદ જ આ આત્મહત્યા મામલે ચોક્કસ કારણ બહાર આવે તેવી શક્યતાઓ કર્યો છે. - એમ.જી. વસાવા (PI)