રાજકોટઃ એક પુરપાટ ઝડપે આવતી લક્ઝ્યુરિયસ કારે બાઇકને હડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં અકસ્માત સર્જનાર કાર ચાલક ફરાર થઈ જતાં પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં આસપાસના કોઈ વિસ્તારમાં રહેલા સીસીટીવી પણ તપાસ્યા છે. વહેલી સવારે શીતલપાર્ક ચોક નજીક એક લક્ઝ્યુરિયસ કારે બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. વહેલી સવારે આ વિસ્તારમાં ખાસ કોઈ અવરો-જવરો ન હોવાથી કાર ચાલક કાર છોડી નાસી છૂટ્યો છે.
Rajkot Accident: પુરપાટ ઝડપે આવતી લક્ઝ્યુરિયસ કારે બાઇકને ટક્કર મારી, યુવાનનું મૃત્યું ગંભીર ઈજાથી મૃત્યુઃપોલીસ વિભાગમાંથી મળતી વિગત અનુસાર વહેલી સવારે એક યુવક રામાપીર ચોકડી પાસે આવેલો બ્રીજ પરથી ઉતરી રહ્યો હતો. એ દરમિયાન પુરપાટ ઝડપે આવતી મર્સીડીઝ કારે અડફેટે લેતા આ યુવકને ગંભીર ઈજા થઈ હતી. રસ્તા પર જોરદાર રીતે પટકાતા ફૂટબોલના બોલની જેમ ફંગોળાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું સ્થળ પર કરુણ મોત નિપજ્યું હતું.
ડ્રાઈવર નાસી ગયોઃ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થાય તે પહેલાં જ કાર ચાલક કાર ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો હતો. જોકે, પોલીસે એમને પકડી લેવા માટે આસપાસના સીસીટીવીની મદદ લીધી છે. યુવાનોના પરિવારજનોની એવી માંગ છે કે, પોલીસ આ કેસમાં ઊંડી તપાસ કરે અને કાર ચાલક સામે કાયદા અનુસાર પગલાં લે. કારમાં એક યુવતી પણ બેઠી હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે. સ્થાનિકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે શરૂ કરી તપાસઃ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર મૃતકની ડેડ બોડીને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ મયુરભાઈ તુલસીદાસ તન્ના હોવાનું અને તેઓ ગોલ્ડન પોર્ટિંકો ખાતે વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે. કારનાં નંબરનાં આધારે આ કાર વિરેન જસાણીનાં નામે રજીસ્ટર હોવાનું જાણવા મળે છે.
પરેશ ડોડીયા નામના વ્યક્તિને વેચી દીધાનું જાણવા મળ્યું છે.
- Rajkot Crime: એક તરફી પ્રેમમાં પાગલ વિકૃતે તિક્ષ્ણ હથિયાર મારી મહિલાની હત્યા કરી
- Rajkot News: ઢોર પકડતી ટીમ પર ત્રાટક્યા અજાણ્યા શખ્સો