- આ કાયદાઓ ખેડૂતોની માગ નથી
- 22 જેટલા ખેત ઉત્પાદનોનો આવશ્યક ચીજવસ્તુઓના દરજ્જો રદ
- ખેતપેદાશો પર ખાનગી કંપનીઓનું નિયંત્રણ વધ્યું
રાજકોટ: રાજધાની દિલ્હીમાં ખેડૂતો જે રીતે નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ મહાઆંદોલન ચલાવી રહ્યા છે તેને રાજકોટના ખેડૂતો પણ સમર્થન આપી રહ્યા છે. કેન્દ્ર સરકારે કૃષિ સંબંધિત ત્રણ કાયદા બનાવ્યા છેે જેમાં આવશ્યક ચીજવસ્તુઓ કાયદા સંશોધન , APMC બજાર સમિતિ એટલે કે કૃષિ ઉપજ વાણિજ્ય અને વેપાર સંવર્ધન અને સુવિધા વટહુકમ તેમજ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કે કરાર અને ખેતી મૂલ્ય આધારિત કાયદાઓ બનાવ્યા છે. આ કાયદાઓ અંગે દેશના ખેડૂતોએ કોઈપણ જાતની માગ કરેલી નથી. આ કાયદાઓ બનાવતા પહેલા ખેડૂત સંગઠનો પાસે કોઇપણ જાતના સૂચન કે અભિપ્રાય પણ મેળવેલા નથી તેમજ દેશના સંઘરાજ્ય પાસે આ કાયદાઓ અંગે કોઈ ચર્ચાઓ પણ કરવામાં આવી નથી. આથી આ કાયદાઓથી ખેડૂતોને ભવિષ્યમાં ગંભીર આર્થિક અસરો પડશે.
આ દરજ્જો નીકળી જતા કાયદાઓ પર સરકારનું નિયંત્રણ રહેશે નહી અને ખાનગી કંપનીઓનું પ્રભુત્વ વધશે. આ ખેત પેદાશોમાં કંપનીઓને ખુલ્લી છૂટ મળશે. આથી દેશના ખેડૂતોએ 22 જેટલી ખેતપેદાશો તે હાલ કંપનીઓના હવાલે કરી દીધી છે. આમ ભવિષ્યમાં ખાનગી કંપનીઓ દેશના ખેડૂતોનું ખુલ્લુ શોષણ કરશે અને ગરીબ ખેડૂતો બેહાલ થઇ જશે.