ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ આગામી 27 જાન્યુઆરીએ ખેડૂત સંમેલન યોજાશે - ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ

રાજકોટમાં ખેડૂત સંમેલન જે 22મી જાન્યુઆરીએ યોજાવવાનું હતું તે હવે આગામી 27મી જાન્યુઆરીએ યોજાશે. હાલ પોલીસે આંદોલન માટે મૌખિક મંજૂરી આપી છે.

ખેડૂત સંમેલન માટે મળી મંજૂરી
ખેડૂત સંમેલન માટે મળી મંજૂરી

By

Published : Jan 23, 2021, 2:06 PM IST

  • ખેડૂત સંમેલનને મળી મંજૂરી
  • 27 જાન્યુઆરીએ યોજાોશે સંમેલન
  • દિલ્હી આંદોલનની અસર રાજકોટમાં

રાજકોટ:છેલ્લા ઘણા સમયથી ખેડૂત આંદોલન થઇ રહ્યું છે. ત્યારે, રાજકોટ ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસ દ્વારા 22 જાન્યુઆરીના રોજ ખેડૂત સંમેલન યોજાવાનું હતું. પરંતુ મંજૂરીના મળતા તે મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે આજે પોલીસ દ્વારા સંમેલનને મૌખિક મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી માળતા જ આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ ખેડૂત સંમેલન યોજાશે.

ખેડૂત સંમેલન માટે મૌખિક મંજૂરી

રાજકોટ પોલીસ દ્વારા સંમેલનને મૌખિક મંજૂરી આપવામાં આવી છે. ત્યારે દિલ્હી ખાતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જો તેમાં કોઈ અઘટિત ઘટના બનશે તો રાજકોટમાં યોજાનાર સંમેલનને કાયદો અને વ્યવસ્થા જાળવવા મંજૂરી આપવામાં નહીં આવે. ત્યારે કોંગ્રેસના પાલ આંબલિયા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને સંમેલન માટે મૌખિક મંજૂરી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details