ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી દુર્ઘટનામાં રાજકોટના એક જ પરિવારના 4 સભ્યોના મોત - Rajkot Latest News

મોરબીમાં ઝૂલતા બ્રિજ પર બનેલી દુર્ઘટનામાં રાજકોટના એક જ પરિવારના 4 સભ્યોના પણ મોત થયા (Rajkot Family death in Morbi Bridge Collapse) છે. તેના કારણે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ એક સાથે ચાર સભ્યો ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

મોરબી દુર્ઘટનામાં રાજકોટના એક જ પરિવારના 4 સભ્યોના મોત
મોરબી દુર્ઘટનામાં રાજકોટના એક જ પરિવારના 4 સભ્યોના મોત

By

Published : Nov 2, 2022, 8:37 AM IST

રાજકોટમોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી જતાં (Morbi Bridge Collapse) 130થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાના કારણે અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયા છે. તેમાં રાજકોટના એક જ પરિવારના 4 સભ્યો (Rajkot Family death in Morbi Bridge Collapse) હોમાયા હોવાનું સામે આવ્યું છે.

પરિવાર પર તૂટ્યું આભમોરબીની દુર્ઘટનાએ (Morbi Bridge Collapse) સમગ્ર ગુજરાત અને દેશને હચમચાવી નાખી છે. ત્યારે આ બ્રિજ તૂટવાથી રાજકોટના પરમાર પરિવાર પર (Rajkot Family death in Morbi Bridge Collapse) આભ તૂટી પડ્યું છે. કારણ કે, એક જ પરિવારના ચાર વ્યક્તિનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. ત્યારે ETV Bharatના સંવાદદાતાએ મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન પરિવારે દુઃખ વ્યક્ત (Morbi Bridge Collapse) કર્યું હતું.

પરિવાર પર તૂટ્યું આભ

મૃતકોના નામ31 વર્ષીય ભૂપતભાઈ છગનભાઈ પરમાર, 30 વર્ષીય સંગીતાબેન ભૂપતભાઈ પરમાર, 12 વર્ષીય વિરજભાઈ ભુપતભાઈ પરમાર અને 18 વર્ષીય સૂરજભાઈ મોહનભાઈ જાડેજા.

PMએ મેળવી માહિતી આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Morbi Visit) મંગળવારે મોરબીની મુલાકાતે પહોંચ્યા (Morbi Civil Hospital) હતા. અહીં તેમણે ઈજાગ્રસ્ત મહેશ ચાવડા, અશ્વિન હડીયલ, રવિ પાટડિયા, સિદ્દીક મોવાર, નઈમ શેખ તથા સવિતા બારોટના ખબરઅંતર પૂછી વિગતો જાણી (Morbi Latest News) હતી. સાથે જ વડાપ્રધાને ઈજાગ્રસ્તો સાથે વાતચીત કરી ઘટના કેમ બની તે અંગે માહિતી મેળવી હતી. ને ઘટના પછી તેમણે શું (Rajkot Latest News) કર્યું તે જાણ્યું હતું. સાથે જ વડાપ્રધાને દુર્ઘટનાની તપાસ અને ઈજાગ્રસ્તોની સારવારમાં કોઈ કસર ન રહી જાય તે અંગે સૂચના આપી હતી.

ABOUT THE AUTHOR

...view details