રાજકોટઃ ગોંડલ શહેરના ભોજરાજપરા માર્ગ નંબર 7/20માં એક મકાનનો રવેશ ધરાશાયી થયો હતો. જેમાં માતા અનેે પુત્ર રવેશમાંથી નીચે પડતા બન્ને ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતા ગોંડલ નગરપાલિકાના સદસ્ય ક્રિષ્નાબેન તન્ના અને ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી માતાપુત્રને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટ : ગોંડલમાં મકાનનો રવેશ ધરાશાયી થતા માતા-પુત્ર ઇજાગ્રસ્ત - facade of a house collapsed in Gondal
ગોંડલ શહેરના ભોજરાજપરા માર્ગ નંબર 7/20માં એક મકાનનો રવેશ ધરાશાયી થયો હતો. જેમાં માતા અનેે પુત્ર રવેશમાંથી નીચે પડી જતા બન્ને ઇજાગ્રસ્ત થયા હતા.
રવેશ ધરાશાયી
આ ઘટનામાં ઇજાગ્રસ્ત કિરણબેન અરૂણભાઇ સંઘવી અને તેમનો પુત્ર પ્રતીક અરૂણભાઇ સંઘવી તેમના મકાનના પાછળના ભાગે આવેલા રવેશમાં બેઠા હતા. તે દરમિયાન અચાનક જ રવેશ ધરાશાહી થયો. જે કારણે માતા પુત્ર નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયા હતા.