ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Election: રાજકોટમાં 23 વર્ષ બાદ શિક્ષણ સમિતિની ચૂંટણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 8 બેઠકો માટે મતદાન - election in Rajkot

રાજકોટમાં 23 વર્ષ બાદ શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાઈ છે. આજે 8 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. પોલીસના બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાજપના અને કોંગ્રેસના મળી કુલ 70 મતદારો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં 23 વર્ષ બાદ શિક્ષણ સમિતિની ચૂંટણી
રાજકોટમાં 23 વર્ષ બાદ શિક્ષણ સમિતિની ચૂંટણી

By

Published : Jun 19, 2023, 3:54 PM IST

રાજકોટમાં 23 વર્ષ બાદ શિક્ષણ સમિતિની ચૂંટણી

રાજકોટ:રાજકોટ મહાગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાણી છે. આ ચૂંટણી 23 વર્ષ બાદ આજે યોજાઇ હતી. જેમાં 8 બેઠકો માટે 70 કોર્પોરેટર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જ્યારે આ ચૂંટણીનું પરિણામ 3 વાગ્યા બાદ જાહેર થશે. ત્યારે ચૂંટણી અગાઉ જ ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. એવામાં આજે મનપાના સભા હોલ ખાતે આજે 11 વાગ્યે મતદાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

શિક્ષણ સમિતિની ચૂંટણી: ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટ શિક્ષણ સમિતિ પ્ર ભ્રષ્ટ્રાચારનો આરોપ લાગ્યા બાદ આખી શિક્ષણ સમિતિના પ્રદેશ ભાજપ દ્વારા રાજીનામાં માંગી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે નવી શિક્ષણ સમિતિ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 15 સભ્યોની બેઠકમાં ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે. આ અંગે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમન એવા પુષ્કર પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાઈ રહી છે.

સરકાર દ્વારા નિમણૂક:જેમાં 8 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં રાજકોટ મનપાના 70 કોર્પોરેટરો 8 બેઠકો પર મતદાન કરી રહ્યા છે. જેનું પરિણામ પણ આજે જ જાહેર થશે. ત્યારે હું ખાતરી પૂર્વક કહું છું કે આ આઠેય બેઠકો પર ભાજપનો જીત થવાની છે. જ્યારે આગામી દિવસોમાં શિક્ષણ સમિતિના 15 સભ્યોની બેઠક મળશે તેમાં શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની પણ ચૂંટણી યોજશે. ઉલ્લેખનિય છે કે આજે 8 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. એવામાં ચાર બેઠકો બિન હરીફ જાહેર થી છે. તેમજ 3 સભ્યોની સરકાર દ્વારા નિમણૂક કરાઈ છે. આમ 15 સભ્યોની બેઠક હવે ચૂંટણી બાદ ટૂંક સમયમાં જ યોજાશે.

કોંગ્રેસ પર કર્યા ગંભીર આક્ષેપ: ચૂંટણી મામલે પુષ્કર પટેલે વધુમાં કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા આના પર સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસના માત્ર બે જ કોર્પોરેટર ચૂંટાયા છે. છતાં પણ ચૂંટણી લડવા માટે લોકોના પૈસાનો દુરુપયોગ થાય તે માટે ચૂંટણી લડવામાં આવી છે. જ્યારે માત્ર બે સભ્યો દ્વારા કોઈ દિવસ ચૂંટણી જીતી શકાય નહિ તેમને પણ આનો ખ્યાલ છે.એવામાં આ ચૂંટણીમાં જો તેમનો એક સભ્ય જીતે તો પણ શિક્ષણ સમિતિના કોઈ ફરક પડવાનો નથી. એવામાં મને યાદ છે ત્યાં સુધી વર્ષ 2000માં મનપાના શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ આજે 8 બેઠકો માટે શિક્ષણ સમિતિ ચૂંટણી યોજાઈ છે.

  1. રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે સામસામે પાટીદાર ઉમેદવારો ઉભા રાખ્યાં
  2. રાજકોટ જિલ્લા સહકારી બેન્કની ચૂંટણી મુદ્દે જયેશ રાદડિયા સાથે ખાસ વાતચીત

ABOUT THE AUTHOR

...view details