ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના બનેવીએ પૈસાની લેતી દેતી મામલે ફીનાઇલ પીધું

રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ ભુપત બોદરના (President Bhupathi Bodhar)બનેવી એડવોકેટ જે.બી ઠુંમમરે(Advocate J.B. Thummare) આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં તેમણે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા સહિતના લોકોને અંદાજીત રૂ.2 કરોડ જેવી રકમ આપી હતી. જે વારંવાર માંગવા છતાં પાછી નહિ આપતા તેમના દ્વારા છેલ્લા કંટાળી જઈને આપઘાત કરવાનું નક્કી કર્યું હતું.

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના બનેવીએ પૈસાની લેતી દેતી મામલે ફીનાઇલ પીધું
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના બનેવીએ પૈસાની લેતી દેતી મામલે ફીનાઇલ પીધું

By

Published : Oct 28, 2021, 6:46 AM IST

  • એડવોકેટ જે.બી ઠુંમમરે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો
  • પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા સહિત 11 લોકોને રૂપિયા આપ્યા
  • રૂપિયા પરત ન કરતા આપઘાતનો પ્રયાસ કર્યો


રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયતના(Rajkot District Panchayat) વર્તમાન પ્રમુખ ભુપત બોદરના બનેવી એડવોકેટ જે.બી ઠુંમમરે (Advocate J.B. Thummare) આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બે દિવસ અગાઉ કુવાડવા રોડ ખાતે આવેલા બગીચામાં ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ( Phenyl P suicidal attempt)કર્યો હતો. જ્યારે તેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં(Private hospital) ખસેડવામાં આવ્યા છે.

પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા સહિતના લોકોને રૂપિયા આપ્યા

આ મામાલે જે.બી ઠુંમમરે આપઘાતનો પ્રયાસ (Attempted suicide by J.B. Thummar)ક્યાં કારણોસર કર્યો હતો તે પણ સામે આવ્યું છે. જેમાં તેમણે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા સહિતના લોકોને અંદાજીત રૂ.2 કરોડ જેવી રકમ આપી હતી. જે વારંવાર માંગવા છતાં પાછી નહિ આપતા તેમના દ્વારા છેલ્લા કંટાળી જઈને આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. જો કે તેઓએ ફીનાઇલ પી લેતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.

ઓઉર્વ ડેપ્યુટી મેયર સહિતના લોકોને રૂપિયા આપ્યા

જે.બી ઠુંમમરે દ્વારા ફીનાઇલ પીને આપઘાત કરવાની કોશિશ કરવામાં આવી હતી. જે મામલે પોલીસ દ્વારા હાલ આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં જે.બી ઠુંમમરે જણાવ્યું હતું કે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા સહિત 11 લોકોને તેમને જરૂરિયાત મુજબ અંદાજીત રૂ.2 કરોડ જેટલી રકમ અલગ અલગ આપી હતી. ત્યારબાદ તેમની પાસે રૂપિયા પરત આપવાની માંગણી કરી હતી પરંતુ આ લોકો દ્વારા મને મારા રૂપિયા પરત આપ્યા નહોતા. જ્યારે મને રૂપિયા મામલે માર પણ મારવામાં આવ્યો હતો. તેમજ વારંવાર મને ધમકીઓ આપવામાં આવી હતી. જેને લઈને મારી પાસે આટલી મોટી રકમ ભરવા માટેનોનો બીજો કોઈ વિકલ્પ ન હોવાના કારણે મેં આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

11 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો

જે બી ઠુંમમરે આપઘાતનો પ્રયાસ કરતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે આ મામલે રાજકોટ એડવોકેટ એસોસિએશન દ્વારા પણ આરોપીઓનો કેસ નહિ લડવાની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન ચતુરભાઇ મોલીયા, નિરવ અશ્વિનભાઇ મોલીયા, મનસુખ માવજીભાઇ પીપળીયા સંજય પ્રાગજીભાઇ દુધાત્રા, ચિરાગ બાબુભાઇ પરસાણા, જગદીશ લીંબાસીયા, ભરત નાગજીભાઇ તળાવીયા, રમેશ ખોડાભાઇ શીંગાળા, વિજય એન.રૈયાણી, ભરત માધાભાઇ રાદડિયા, હસમુખ પોપટભાઇ કેરાળીયા વિરુદ્ધ IPC 406, 420, 323, 504, 506(2), 34, મુજબ ગુનો દાખલ કર્યો છે.

સ્યુસાઇડ નોટ પણ મળી આવી

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખના બનેવી દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવ્યા બાદ તેમાં પણ રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયાનું નામ સામે આવતા રાજકારણમાં પણ ગરમાવો આવ્યો હતો. જ્યારે જે.બી ઠુંમમરે આપઘાતનો પ્રયાસ કરતા અગાઉ એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેમની સાથે કેવી રીતે સમગ્ર ઘટના બની અને તેમને કેટલા લોકોને ક્યાં ક્યાં નાણાં આપ્યા હતા તે તમામ વિગતો ઓન લખી હતી. જે પોલીસને હાથ લાગી છે. હાલ સમગ્ર મામલે રાજકોટની બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃગિરનારની લીલી પરિક્રમાને લઈને બેઠક યોજાઈ
આ પણ વાંચોઃPolicy for electric vehicles બનાવનાર સુરત ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા, જાણો વિગત

ABOUT THE AUTHOR

...view details