- જિલ્લા પંચાયતના નવા પ્રમુખે રજૂ કર્યું બજેટ
- સામાન્ય સભાની બેઠકમાં બજેટને મળી મંજૂરી
- જિલ્લા પંચાયતના નવા માળખાનું આ પહેલું બજે
આ પણ વાંચોઃનવસારી જિલ્લા પંચાયતનું 2021- 22નું બજેટ હજાર કરોડને પાર
રાજકોટઃ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નવા પ્રમુખ ભૂપત બોદારે વર્ષ 2021-22 માટે 24.25 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને સામાન્ય સભામાં મંજૂરી મળી હતી. જોકે, જિલ્લા પંચાયતના નવા માળખાના સભ્યોનું આ પહેલું બજેટ હતું.
બજેટમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયત માટે 22 લાખ રૂપિયા, તાલુકા પંચાયત માટે 5 લાખ રૂપિયા અને વિકાસ કામો માટે 7 કરોડ અને 92 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે પ્રાથમિક શાળામાં શૈક્ષણિક સાધનો માટે અને શાળા કમ્પાઉન્ડ માટે તેમ જ રંગ કામ માટે 5 લાખ રૂપિયાની જોગવાઈની સાથે પીવાના પાણીની સુવિધા વધારવા માટે 10 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.