ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં 150મી ગાંધી જયંતિની ઉજવણી કરાઈ - jayesh radadiya latest news

રાજકોટઃ ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગોંડલ તાલુકાના જામવાળી ખાતે જિલ્લા કક્ષાની "સ્વચ્છતા દિન અને ફિટ એન્ડ ઇન્ડિયા દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. રૂપીયા 8 લાખના ખર્ચે તૈયાર થયેલ આંબેડકર ભવનનું કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયાના હસ્તે લોકાર્પણ કરી મહાત્માં ગાંધીને અર્પણ કર્યુ હતુ.

રાજકોટમાં ગાંધીજીની 150 જન્મ જ્યંતી નિમિતે જામવાડી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી

By

Published : Oct 2, 2019, 11:29 PM IST

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રીયમાં ભાવપૂર્ણ રીતે થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના અને તાલુકાના સ્વચ્છતા દિન અને ફિટ ઇન્ડિયા દિવસની ઉજવણી કરાઈ હતી. પૂજ્ય બાપુના અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટેના આદર્શોને અનુસરીને જામવાળી ગામે રૂપિયા આઠ લાખના ખર્ચે ડોક્ટર આંબેડકર ભવનનું લોકાર્પણ રાજ્યના અને નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડીયાના હસ્તે લોકાર્પણ કરી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીને ભાવાંજલિ અર્પણ કરાઇ હતી.

રાજકોટમાં ગાંધીજીની 150 જન્મ જ્યંતી નિમિતે જામવાડી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી

આજના વર્તમાન ભૌતિકવાદના સમયમાં સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ગાંધી વિચારધારા એકમાત્ર સચોટ વિકલ્પ છે, તેમ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષ જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું, વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે સત્ય સાદગી અને અહિંસાના આગ્રહી એવા મહાત્મા ગાંધી સ્વચ્છતાના પણ આગ્રહી હતા. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર અને જીવનપર્યંત નિભાવીને તેમણે સમગ્ર સમાજને સ્વચ્છતાના ગુણોને જીવનમાં કેળવવાનો આદર્શ વિચાર આપ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014થી શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશનને અનુલક્ષીને દેશભરમાં ચાલી રહેલા અભિયાનને સૌ નાગરિકોએ અપનાવવા તથા દેશની ભાવિ પેઢીને સ્વસ્થ અને તંદુરસ્ત વાતાવરણની ભેટ આપવા સંકલ્પબદ્ધ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. આ તકે તેઓએ પ્લાસ્ટિક મુક્ત ભારતના વડાપ્રધાન મોદીના અભિયાનને પરિપૂર્ણ કરવા અને પ્લાસ્ટીકના વિકલ્પે કપડાની થેલી તથા શણની થેલીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ગીતાબા જાડેજા એ પૂજ્ય બાપુને મહાત્માનું બિરુદ ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા અપાયુ હતું. તે ગોંડલ માટે ગૌરવની બાબત છે તેમ જણાવતા ગાંધીજીના સ્વચ્છતા સાથેના વિચારોને જીવનમાં ઉતારવાનો અનુરોધ કર્યો હતો. તેઓએ સમગ્ર ગોંડલ તાલુકાના નાગરિકોને આ સ્વચ્છ ભારત અભિયાન સહભાગી થઈ તાલુકાને સ્વચ્છ અને નમૂનેદાર બનાવવા હાકલ કરી હતી. જિલ્લા કલેકટર રૈમ્યા મોહને પ્લાસ્ટિકના કચરાથી થતા નુકસાન બાબતે ગંભીરતા કેળવવા અને પ્લાસ્ટીકના વપરાશ અને જીવનશૈલીમાંથી દુર કરવા ભાર મુક્ત કરતા શહેર અને ગ્રામ્ય કક્ષાએ અને ઉપયોગી વસ્તુ બનાવવાના પ્લાન્ટ કાર્યરત કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓના વપરાશને જાણકારી આપી આવનારી પેઢી માટે સ્વસ્થ અને તંદુરસ્ત સમાજની રચના માટે સંકલ્પબદ્ધ થવા હાકલ કરી હતી, આ સાથે તેઓએ ઉપસ્થિત સૌ કોઈને પોતાના રહેઠાણ અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા અનુરોધ કરતા સ્વચ્છ ભારતનું નિર્માણ એજ પૂજ્ય બાપુને સાચી ભાવાંજલિ કરાશે તેમ ઉમેર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મંત્રી જયેશભાઇ રાદડીયા અને ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ અને ખાદીનો રૂમાલ વડે સ્વાગત કરાયું હતું. સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે જે.કે.પટેલે કર્યું હતું, જ્યારે સ્કૂલના કેમ્પસ ડાયરેકટર દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી હતી કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોના હસ્તે આ ઉજવણીમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને રોકડ પુરસ્કાર અને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત ઉપસ્થિત નાગરિકોને કપડાની થેલીનું વિતરણ પણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું.

કાર્યક્રમના અંતે સૌ કોઈએ સ્વચ્છતા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે શપથ લીધા હતા. આ પ્રસંગે જામવાળી ગામ ખાતે સફાઈ અભિયાન શ્રમ યજ્ઞ અને સ્વચ્છતા અભિયાન અન્વયે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં શાળાના બાળકો અને વિદ્યાર્થી અને ગ્રામજનોને ઉત્સાહભેર ભાગ લીધો હતો, કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, ડી વાય એસપી મહર્ષિ રાવલ, ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ ઇલાબેન ડોબરીયા, નગરપાલિકા પ્રમુખશ્રી અશોકભાઈ પીપળીયા, જામવાડી ગામના સરપંચ મીનાબેન સહિત તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ, સભ્યો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details