ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ પંથકમાં ત્રીજા દિવસે કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ ફેક્ટરીના છાપરાઓ ઉડાવ્યા - અવિરત કમોસમી વરસાદ

ગોંડલ શહેર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સાંજના વાતાવરણમાં પલટો આવવાની સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે ગુરુવારે આ પ્રક્રિયા નિરંતર રહેવાની સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું. આ વાવાઝોડામાં મોવિયા ચોક, પાંજરાપોળ વિસ્તારમાં હોર્ડિંગ્સ ધરાશાય થયા હતા. જ્યારે કંટોલિયા રોડ પર આવેલ ગોકુલ મમરાની દિવાલ ધરસાઈ થઈ હતી. તેની બાજુમાં આવેલ ગણેશ ગોડાઉનના છાપરા 50 ફૂટ દૂર ઉડ્યા હતા. જો કે સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.

રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ત્રીજા દિવસે અવિરત કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ ફેક્ટરીના છાપરાઓ ઉડાવ્યા
રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ત્રીજા દિવસે અવિરત કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ ફેક્ટરીના છાપરાઓ ઉડાવ્યા

By

Published : Apr 30, 2020, 7:33 PM IST

રાજકોટઃ જિલ્લામાં વરસાદના કારણે ભોજરાજપરામાં અગાસીમાં રાખેલા સોલાર વોટર હિટરનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો. ગુંદાળા દરવાજા સહિત વિવિધ વિસ્તારોમાં ઝાડ તેમજ ડાળીઓ તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. અનિડા ભાલોડી ગામ આસપાસ પણ વરસાદ વરસ્યો હતો.

રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ત્રીજા દિવસે અવિરત કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ ફેક્ટરીના છાપરાઓ ઉડાવ્યા
જિલ્લામાં અચાનક આવી ચડેલા 15-20 મિનિટના મીની વાવાઝોડાએ શહેરને ધમરોળ્યું હતું, આશરે અડધો ઇંચ વરસાદ વરસી જતા શહેરના રાજમાર્ગો પર પાણી ભરાયા હતા, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં મોટાભાગની જણસીઓ છાપરામાં જ રાખવામાં આવી હતી તેનો બચાવ કર્યો હતો. તો કેટલાક ખેડૂતોની મગફળી ખુલ્લા મેદાનમાં પડી હતી તે પલળી હતી.

ABOUT THE AUTHOR

...view details