ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News: રાજકોટ જિલ્લા કલેક્ટરે ધોરાજીની લોક સમસ્યાઓ જાણી, નિવારણ મુદ્દે આપ્યો જવાબ - 2 દિવસમાં ઉકેલની કાર્યવાહી શરૂ થશે

ધોરાજી શહેરમાં અનેક લોક સમસ્યાઓ જનતાને કનડી રહી છે. બહુ ફરિયાદો સામે આવતા રાજકોટ જિલ્લા કલેક્ટરે આ સમસ્યાના નિવારણ માટે ધોરાજી સેવા સદનમાં બેઠક યોજી હતી. સત્વરે સમસ્યાઓના નિવારણ માટે આશ્વાસન આપ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

ધોરાજી સેવા સદનમાં રાજકોટ જિલ્લા કલેક્ટરે બેઠક યોજી
ધોરાજી સેવા સદનમાં રાજકોટ જિલ્લા કલેક્ટરે બેઠક યોજી

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 3:14 PM IST

ધોરાજીની જન સમસ્યાઓના સત્વરે નિવારણની હૈયાધારણ આપી

રાજકોટઃ ધોરાજી શહેરમાં અનેક લોક સમસ્યાઓ ઘણા લાંબા સમયથી જનતાને કનડી રહી છે. આ સમસ્યાઓની ફરિયાદો ઉચ્ચ કક્ષાએ વારંવાર થઈ છે. તેથી રાજકોટ જિલ્લા કલેક્ટરે રૂબરુ ધોરાજી શહેરની મુલાકાત કરી હતી. કલેક્ટરે ધોરાજી સેવા સદનમાં આ સમસ્યાઓ સંદર્ભે બેઠક કરી હતી. બેઠક બાદ બે દિવસની અંદર સમસ્યા નિવારણની કાર્યવાહી શરૂ થઈ જશે તેવું આશ્વાસન જનતાને અપાયું છે.

ધોરાજીની સમસ્યાઓઃ શહેરની મુખ્ય લોક સમસ્યાઓમાં પીવાનું પાણી, રસ્તા, ગંદકી અને ગટર જેવી જીવન જરૂરિયાતની સમસ્યાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જમીન નામે કરાવવામાં નવી શરત અને જૂની શરતની સમસ્યાઓ પણ ધોરાજીના ખેડૂતો અને સ્થાનિકોને નડી રહી છે. આ તમામ સમસ્યાઓની રજૂઆત, ઉકેલ અને કાર્યવાહી માટે રાજકોટ જિલ્લા કલેક્ટરે ધોરાજીમાં જ બેઠકનું આયોજન કર્યુ હતું.

રાજકોટ જિલ્લા કલેક્ટરે ધોરાજી સેવા સદનમાં બેઠક યોજી

સત્વરે નિવારણનું આશ્વાસનઃ ધોરાજી સેવા સદનમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશીએ બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાન, અગ્રણી અધિકારીઓ, વિનુ માથુકિયા(ભાજપ), દિનેશભાઈ વોરા(કૉંગ્રેસ) વગેરેએ ભાગ લીધો હતો. આગેવાનોએ કલેક્ટરને દરેક સમસ્યા વર્ણવી, તેના ઉકેલ જણાવ્યા અને જનતાને પડતી હાલાકી વિશે માહિતગાર કર્યા હતા. જિલ્લા કલેક્ટર પ્રભાવ જોષી દરેક સમસ્યાના ઉકેલની કાર્યવાહી બે દિવસમાં શરૂ થઈ જવાની હૈયાધારણ આપી છે.

લોકોને નડતી સમસ્યાઓના ઉકેલ માટે આર એન્ડ બી ડીપાર્ટમેન્ટ અને નગર પાલિકા વચ્ચે સંકલન કરાવવામાં આવ્યું છે. રોડ અને ગંદકીની સમસ્યા તાત્કાલિક નિવારવા નગર પાલિકાને સૂચના આપી દેવાઈ છે. ધોરાજીની મોટા ભાગની સમસ્યાના ઉકેલની કાર્યવાહી બે દિવસમાં શરૂ થઈ જશે...પ્રભાવ જોષી (જિલ્લા કલેક્ટર, રાજકોટ)

  1. Rajkot Civil Hospital : મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયેલ રાજકોટ સિવિલ હોસ્પિટલની કેથલેબની સુવિધા ઠપ્પ
  2. Rajkot News: આયુષ્યમાન યોજનાનો યોગ્ય લાભ યોગ્ય લાભાર્થીને મળી રહે તે માટે ડિજીટલ એપ તૈયાર કરાઈઃ મનસુખ માંડવિયા

ABOUT THE AUTHOR

...view details