ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા બળવાખોરોને કરવામાં આવ્યાં સસ્પેન્ડ - Gram Panchayat Election news

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જણાવ્યાં અનુસાર પાર્ટીમાં ગેરશિસ્ત દાખવનારા અને બળવો કરનારા રાજકોટ જિલ્લા ભાજપના 19 આગેવાનોને સસ્પેન્ડ કરવાના હુકમ કરવામાં આવ્યાં છે.

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા બળવાખોરોને કરવામાં આવ્યાં સસ્પેન્ડ
રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા બળવાખોરોને કરવામાં આવ્યાં સસ્પેન્ડ

By

Published : Feb 23, 2021, 7:59 AM IST

  • ગેરશિસ્ત દાખવનારા અને બળવો કરનારા સામે ભાજપની લાલ આંખ
  • સૌથી વધુ જેતપુર તાલુકામાં નીકળ્યાં બળવાખોરો
  • જેતપુર, રાજકોટ,લોધીકા તાલુકાના આગેવાનોને કરાયા સસ્પેન્ડ

રાજકોટઃગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જણાવ્યાં અનુસાર પાર્ટીમાં ગેરશિસ્ત દાખવનારા અને બળવો કરનારા રાજકોટ જિલ્લા ભાજપના 19 આગેવાનોને સસ્પેન્ડ કરવાના હુકમ કરવામાં આવ્યાં છે.

જેતપુર તાલુકામાં કેશુ હીરાભાઈ સરવૈયા, મનોજ ભીખાભાઈ પરમાર, ઇન્દુબેન જગદીશભાઈ હીરપરા, રમેશ ડાયાભાઇ વઘાસીયા, વિજયાબેન ભરતભાઈ ચાવડા, મનીષાબેન ભાવેશભાઈ ચાવડા, જ્યોસ્તનાબેન રમેશભાઈ વઘાસીયા, જયેશ ધીરુભાઈ ગોંડલીયા, ગોપાલ માધાભાઈ પરમાર, ભીખા આલાભાઈ રાઠોડ, કે.પી.પાદરીયા, રાજકોટ તાલુકામાં લક્ષ્મણ સિંધવ, નિશીથ ખુંટ, વિજય દેસાઈ, નીમુબેન દેસાઈ, લોધિકા તાલુકામાં હિતેશ ખુંટ, જયદેવ ભીખુભાઈ ડાંગર સહીતના આગેવાનોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બીજા કાર્યકર્તાઓ બળવો ના કરે તે માટે પણ એક મેસેજ

રાજકોટ જિલ્લામાં રાજકોટ જિલ્લા પંચાયત તેમજ જેતપુર, ધોરાજીની તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપના આ પગલાંથી બીજા કાર્યકર્તાઓ પણ બળવો ના કરે તે માટે એક મેસેજ હોય તેવું જણાઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details