સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં જ DEO કચેરી ખખડધજ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઓફિસમાં જ્યાં જિલ્લા શિક્ષણાધિકારી બેસતા હોય ત્યાં સામે જ નળીયા પરથી પાણી ટપકી રહ્યું છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ધર્મ કાંબલિયા દ્વારા CMને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે હાલ રાજકોટમાં આવેલ DEO કચેરીમાં ટોઇલેટ જેવી પ્રાથમિક સુવિધાઓ નથી.
રાજકોટ DEO કચેરીમાં જ ટપકી રહ્યું છે પાણી, CMને પત્ર લખી કરાઇ રજુઆત
રાજકોટઃ રાજકોટના જ્યુબિલિ બાગ નજીક આવેલ ભાવનગરના ઉતારાના પટાંગણમાં હાલ કામચલાઉ DEO ઓફીસ ઉભી કરવામાં આવી છે. પરંતુ, રાજકોટમાં જો થોડો વરસાદ વરસે તો તુરંત જ DEO કચેરીમાં પાણી ટપકવા લાગે છે. હાલ કામચલાઉ ઓફીસ પણ નળીયા વાળી છે. જેને લઈને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ધરમ કાંબલિયા દ્વારા સમગ્ર મામલે CMને પત્ર લખી રજૂઆત કરી છે.
રાજકોટ DEO કચેરીમાં જ ટપકી રહ્યું છે પાણી, CMને પત્ર લખી કરાઇ રજુઆત, ETV BHARAT
આ સાથે જ નળીયા વાળુ મકાન હોવાથી ગમે ત્યારે વરસાદ આવે ત્યારે પાણી ટપકે છે. જેના કારણે ઓફિસમાં રાખવામાં આવેલ અગત્યના દસ્તાવેજો પણ પાણીમાં પલળી શકે છે. ત્યારે, CMને નવી DEO ઓફીસ બનાવવા માટે રજુઆત કરવામાં આવી હતી.