ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot dairy election: રાજકોટ ડેરીમાં રાદડીયા જૂથનો દબદબો યથાવત, ગોરધન ધામેલીયાને ફરી રીપીટ કરાયા

રાજકોટ જિલ્લાની બીજા નંબરની સહકારી સંસ્થા રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ(રાજકોટ ડેરી)માં રાદડિા જૂથનો દબદબો યથાવત છે. ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાની અઢી વર્ષની મુદ્દત પૂરી થતાં ગોરધન ધામેલિયાની સર્વાનુમતે ચેરમેન પદે વરણી કરવામાં આવી છે.

rajkot-dairys-dominance-of-raddiya-group-remains-intact-gordhan-dhamelia-repeated
rajkot-dairys-dominance-of-raddiya-group-remains-intact-gordhan-dhamelia-repeated

By

Published : Apr 12, 2023, 5:17 PM IST

ગોરધન ધામેલીયાને ફરી રીપીટ કરાયા

રાજકોટ: રાજકોટ ડેરીમાં ચેરમેન પદની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા ચેરમેનની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ફરી ગોરધન ધામેલીયાને રાજકોટ ડેરીના ચેરમેન તરીકે રીપીટ કરાયા છે. ગોરધન ધામેલીયાએ રાદડિયા જૂથના છે. ત્યારે ફરી એક વખત રાજકોટ સહકારી ક્ષેત્રે રાદડિયા જૂથનો દબદબો જોવા મળી રહ્યો છે. ડેરીના ચેરમેન તરીકે ફરી અઢી વર્ષ માટે ગોરધન ધામેલીયાને રીપીટ કરવામાં આવતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ડેરીના ચેરમેન પદ માટે પૂર્વ ચેરમેન એવા ગોવિંદ રાણપરીયાનું નામ પણ મોખરે હતું પરંતુ ફરી એકવાર ગોરધન ધામેલીયાને ડેરીની અઢી વર્ષની સુકાન સોંપવામાં આવી છે.

રાજકોટ ડેરીમાં રાદડીયા જૂથનો દબદબો યથાવત

દૂધમાં ભેળસેળ અટકાવવા માટે કડક કાર્યવાહી કરાશે:આ અંગે રાજકોટ ડેરીનું પદ સંભાળતા ગોરધન ધામેલીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફરી એકવાર મારી રાજકોટ ડેરીના ચેરમેનપદ નિમણૂક કરવામાં આવી છે. જેને લઈને હું પક્ષનો આભાર માનું છું. જ્યારે આગામી દિવસોમાં અમારી સામે જે ચેલેન્જ આવનાર છે. તેની સામે લડવા માટે અમે સંપૂર્ણ છીએ. આ સાથે જ રાજકોટ ડેરીમાં આવતા દૂધમાં કોઈપણ જાતની ભેળસેળના થાય તે પ્રકારની કામગીરી અમે સખ્ત બનાવશું. તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે ના આવે આ તમામ જવાબદારીઓ સાથે અમે આગામી દિવસોમાં આગળ વધશું.

આ પણ વાંચોGandhinagar Cabinet Meeting: બે પ્રધાનોની ગેરહાજરીમાં બેઠક, લેવાઈ શકે છે આ મોટા નિર્ણય

સંપૂર્ણપણે દૂધનું ચેકિંગ:દૂધમાં ભેળસેળને લઈને ગોરધન ધામેલીયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ ડેરીમાં 800થી વધુ નાની નાની ડેરીઓમાંથી દૂધ ભરાઈને આવે છે. જ્યારે આ ડેરીમાંથી રાજકોટ ડેરીમાં દૂધ આવે ત્યારે અમારે ટીમ સંપૂર્ણપણે આ દૂધનું ચેકિંગ કરતી હોય છે. એમાં પણ ત્રણ જગ્યાએ ચેકિંગની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારબાદ જ તેને કોથળીમાં પેક કરવામાં આવે છે અને બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે. જેને લઈને કોઈ પણ વ્યક્તિ અમારું દૂધ લઈને તેને ચેકિંગ કરાવી શકે છે જ્યારે અમારા દૂધમાં કોઈપણ જાતની ભેળસેળ કરવામાં આવતી નથી.

આ પણ વાંચોVadodara News : કારેલીબાગમાં શહેર વિકસિત થાય તે હેતુ અનુસાર પાટિલના હસ્તે કાર્યાલયનું ભૂમિપૂજન

ભેળસેળ મામલે રજુઆત:ધામેલીયાએ વધુમાં જણાવ્યું હતું કે હાલ ખાનગી ડેરીઓમાં જે દૂધમાં ભેળસેળ થાય છે તેને લઈને અમે આ મામલે સરકારનું ધ્યાન પણ અવારનવાર અગાઉ પણ દોર્યું છે અને ફરી પણ દોરશું. ખાસ કરીને નાનો બાળકોને આપવામાં આવતું દૂધ યુરીયા અને કેમિકલ વાળું ન આવે તેના માટે અમે વખતોવખત સરકારને પણ રજૂઆત કરી છે અને કરતા રહીશું. આ સાથે જ આગામી દિવસોમાં પશુપાલકોને અમે કેવી રીતના મદદરૂપ થઈ શકે અને તેને દૂધના ફેટના ભાવમાં કેવી રીતના વધારો મળે તે દિશામાં રાજકોટ ડેરી કામ કરશે.

ABOUT THE AUTHOR

...view details