રાજકોટ જિલ્લાના દૂધ ઉત્પાદકોને મંડળી દ્વારા દૂધના પ્રતિકિલો ફેટે રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે. જે આગામી 1 મેથી અમલમાં આવશે. ત્યારે હવેથી પ્રતિ કિલોગ્રામ ફેટે ના 615 ચુકવવામાં આવશે. જેને લઈને દૂધ ઉત્પાદકોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે.
સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાની સિઝને કારણે ગરમીનો પ્રકોપ છે. રાજ્યના કેટલાક શહેરમાં તાપમાનનો પારો 44 થી 45 ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે આવા સમયે લોકો ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, ગોલાના સહારે જોવા મળી રહ્યાં છે.