રાજકોટઃ રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી (રાજકોટ ડેરી)ની 14 બેઠકો માટેની ચૂંટણી બુધવારે જાહેર કરવામાં આવી છે. આગામી 28મી ઓગષ્ટના રોજ આ ચૂંટણી યોજાવાની છે.
રાજકોટ ડેરીની ચૂંટણી જાહેર, 28 ઓગષ્ટેે યોજાશે ચૂંટણી - rajkot news
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી (રાજકોટ ડેરી)ની 14 બેઠકો માટેની ચૂંટણી બુધવારે જાહેર કરવામાં આવી છે. આગામી 28મી ઓગષ્ટના રોજ આ ચૂંટણી યોજાશે.
જેમાં આગામી 23 ઓગષ્ટે કામચલાઉ મતદાતો પ્રથમ પ્રાથમિક યાદી પ્રસિધ્ધ થશે, 29મી તારીખ સુધી જે કાંઈ વાંધો હોય તે રજૂ કરી શકાશે અને ત્યારબાદ 4 ઓગસ્ટના રોજ આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
તારીખ 6થી 8 ઓગષ્ટ સુધીમાં ઉમેદવારી પત્ર મેળવી શકશે અને 11મીએ ફોર્મ ભરીને પરત આપવાનુ રહેશે. આ બધામાં જો જરૂર જણાય તો આગામી 28 ઓગષ્ટના રોજ મતદાન યોજાશે અને બીજા દિવસે એટલે કે તારીખ 29ના રોજ મતગણતરી કરવામાં આવશે. અત્યારે રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરીયા છે. ત્યારે તાજેતરમાં રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં પણ બિનહરીફ ચૂંટણી થયા બાદ જયેશ રાદડિયા જૂથે ડેરીમાં પણ બિનહરીફ ચૂંટણી યોજવા માટેના પ્રયાસો હાથધર્યા છે.