- સાઇબર ક્રાઈમની વધી રહી છે ઘટનાઓ
- એર કૂલિંગના સ્પેરપાર્ટસના વેપારી બન્યા સાઇબર ક્રાઈમનો ભોગ
- રાજકોટ સાઇબર ક્રાઈમે મેઇલ કરી રૂ. 21 લાખ પરત અપાવ્યા
રાજકોટ: રાજકોટના વાવડી ગામે રાજ એર કૂલિંગના નામે એર કૂલિંગના સ્પેરપાર્ટસનો વેપાર કરતા સંદિપભાઇ સાથે ઓનલાઇન છેતરપિંડી થઇ હતી. ચાઇનીઝ કંપની સાથે વેપાર કરતા હતા જેમાં સંદીપભાઈએ 21 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ બાદમાં પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા તેમણે રાજકોટ સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
સંદિપભાઇનું મેઇલ ID હેક કરી રૂ. 21 લાખની કરી છેતરપિંડી સંદીપભાઈ ચાઇનીઝ કંપની સાથે વેપાર કરતા હતા. જે દરમિયાન અજાણ્યા ઈસમોએ સંદિપભાઇનું મેઇલ ID હેક કરી પેમેન્ટ મળ્યું નથી તેવો મેઇલ કરી બીજા એકાઉન્ટ નંબરમાં રૂપિયા ટ્રાન્સફર કરો તેવું જણાવ્યું હતું આ બેંક અકાઉન્ટ પોર્ટુગલ દેશના લિસ્બન શહેરની નોવા બેંકા નામની બેંકનું હતું. તેમાં સંદિપભાઇએ 21 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જે પછી પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા સાઇબર સેલમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઈમની ટીમે તાત્કાલિક મેઇલ કરી રૂ. 21 લાખ પરત અપાવ્યા હતા.