ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot news : ચલણી નોટ પર શરમાવે તેવા બિભત્સ શબ્દો લખી મહિલાઓના ઘરમાં ફેકનાર વિકૃત વૃદ્ધ ઝડપાયો - Jasdan news

રાજકોટના જસદણમાં એક શખ્સ મહિલાઓને 10 વર્ષથી હેરાન કરી રહ્યા હતો. ચલણી નોટ પર બીભત્સ શબ્દ લખીને મહિલાઓના ઘરમાં ફેંકતો હતો. નોટ પર કોઈપણ મહિલા સાથે પુરુષનું નામ જોડતો પાડોશી લોકોમાં પણ સંબંધ ખરાબ થતો હતો. ત્યારે મહિલાઓ કંટાળતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ શખ્સને પકડીને આગળીની કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot news : ચલણી નોટ પર શરમાવે તેવા બિભત્સ શબ્દો લખી મહિલાઓના ઘરમાં ફેકનાર વિકૃત વૃદ્ધ ઝડપાયો
Rajkot news : ચલણી નોટ પર શરમાવે તેવા બિભત્સ શબ્દો લખી મહિલાઓના ઘરમાં ફેકનાર વિકૃત વૃદ્ધ ઝડપાયો

By

Published : Apr 6, 2023, 7:48 PM IST

જસદણમાં નોટમાં બીભત્સ શબ્દોમાં ચિઠ્ઠીઓ લખી લોકોના ઘરમાં ફેંકતો વિકૃત વૃધ્ધ ઝડપાયો

રાજકોટ : રાજકોટના જસદણમાં કોઈપણ વ્યક્તિઓએ ક્યારેય વિચાર્યું ન હોય તેવો ચોંકાવનારો શરમજનક કિસ્સો સામે આવ્યો હતો. જસદણના ચિતલીયા રોડ પર આવેલા ઉમિયાનગર વિસ્તારમાં રહેતી 200 જેટલી મહિલાઓને બદનામ એક શખ્સ સતત હેરાન કરી રહ્યો હતો. મહિલાઓના મકાનમાં અવારનવાર કોઈ અજાણ્યા માનસિક વિકૃત શખ્સ દ્વારા 10 વર્ષથી વધુ સમયથી ચલણી નોટોમાં બિભત્સ શબ્દો લખેલી ચિઠ્ઠીઓ નાંખી હેરાન પરેશાન કરતો હતો. વિસ્તારની મહિલાઓ અને પુરુષો દ્વારા પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરવામાં આવતા જસદણ પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

મહિલાઓને ડર :આ પ્રકારના કિસ્સા અંગે આજદિન સુધી મહિલાઓ પોતાની બદનામી થવાના ડરથી કોઈને કહેતી ન હતી,પરંતુ એક અજાણ્યા વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે પોતાની હદ વટાવી દેતા મહિલાઓ ભારે મુંજવણમાં મુકાઈ ગઈ હતી. જેથી વિસ્તારના આગેવાનોએ માનસિક વિકૃત માણસના ત્રાસથી કંટાળી જઈને નગર સેવકને આ બાબત અંગે જાણ કરી હતી. જેથી આગેવાનોએ મહિલાઓની સહીવાળી તૈયાર કરેલી લેખિત રજૂઆત જસદણ પોલીસ સ્ટેશને આપતા પોલીસ પણ આ શરમજનક કિસ્સો સાંભળીને અને પુરાવાઓ જોઈને ચોંકી ઉઠી હતી. આ બનાવમાં જસદણ પોલીસે તે વિસ્તારની મહિલાઓની રજૂઆતના પગલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલાનો બદનામ કરતો લેખિત રજૂઆત જણાવ્યું છે કે, અમારા વિસ્તારની મહિલાઓને બદનામ કરવા માટે અજાણ્યો શખ્સ 10 વર્ષથી હેરાન પરેશાન કરી રહ્યો છે. આ શખ્સ મહિલાઓના નામજોગ ચિઠ્ઠીઓ ઘરમાં નાખે છે. શારીરિક બદનામ કરતી ચિઠ્ઠીઓ નાખીને નાની મોટી ઉંમરની મહિલાઓ વિશે અભદ્ર ભાષામાં ચિઠ્ઠીઓ લખીને અવારનવાર નાખે છે. આ શખ્સ 10, 20, અને 50ની રુપિયાની નોટમાં તેમજ અમુક ચિઠ્ઠીઓ લખીને નાખે છે. આ કારનામાં કરનાર શખ્સથી મહિલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. અહીની મહિલાઓ પાસે તેની ચિઠ્ઠીઓ અને નોટો સહિતના તમામ પુરાવાઓ છે. જેથી વહેલી તકે આ શખ્સને પકડી પાડી કાયદાનું ભાન કરાવવામાં આવે અને આ શખ્સના ત્રાસથી મુકત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

મહિલાઓને કરતો હેરાન

બે લોકોના નામ ભેગા લખતો :ચિતલીયા રોડની પાંચ આવેલા ઉમિયાનગર 1, ભગવાન પરા વિસ્તાર, ચિતલીયા રોડ વિસ્તાર, હિરપરા નગર 1 અને 2, સ્વામિનારાયણ નગર અલગ અલગ સોસાયટીની શેરીમાં હેરાન કરતો હતો. આ શખ્સચિઠ્ઠીઓમાં એક ભાઈનું અને બીજા બહેનનું નામ ભેગું લખીને વાંચીએ તો વંચાય નહી એટલી ખરાબ ભાષામાં લખે છે. આ શખ્સ ચલણી નોટોમાં આવું બીભત્સ લખાણ કર્યું હોવાથી તેણે લક્ષ્મીજીનું અપમાન પણ કર્યું હોવાનું માનું છું.

પાડોશી સાથે સંબંધ બગડે છે :આ વ્યક્તિ અવારનવાર આવી ચિઠ્ઠીઓ નાખતો હોવાથી અનેક લોકોના એકબીજાના ઘરે આવવા-જવાના વ્યવહાર બંધ થઈ ગયા છે. તે વ્યક્તિ ચિઠ્ઠીમાં છેલ્લે લીખીતનમાં ખોટું નામ લખે છે. ચિઠ્ઠીઓમાં પણ મનફાવે તેના નામો લખે છે. આમાં ચિતલીયા રોડ પરની પાંચથી છ શેરીના અંદાજે 200 જેટલા લોકોઆનો ભોગ બન્યા છે.

આ પણ વાંચો :Ahmedabad crime news: ખાખીને શર્મશાર કરતા પોલીસકર્મી સામે ફરિયાદ, પરિણીતાને રસ્તા વચ્ચે રોકી શરીર સંબંધ બાંધવાની કરી બીભત્સ માંગણી

શખ્સની ધરપકડ : ત્યારે આ અંગે સ્થાનિકોની માંગ હતી કે, પોલીસ લોકોની મદદથી આ અજાણ્યા શખ્સને પકડીને યોગ્ય સજા કરે અને મહિલાઓને આમાંથી છૂટકારો અપાવે. મહિલાઓને માનસિક વિકૃત શખ્સના ત્રાસથી મુક્ત કરવામાં આવે અને આ શખ્સને કાયદાનું ભાન કરાવે તેવી માંગ ઉઠી હતી. જોકે આ ગંભીર બાબતને લઈને પોલીસે ઉમિયાનગર 2 વિસ્તારમાં રહેતા ભીખા મોહન સેલિયા નામના 62 વર્ષીય વૃદ્ધની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.

શખ્સ ઝડપાયો

આ પણ વાંચો :કીડનેપીંગ થીમ પર ફોટો પાડવાના બહાને ક્રુરતાભરી ઘટનાને આપ્યો અંજામ

બાઈક લઈને આંટાફેરા મારતો : આ વૃધ્ધને મહિલાઓના નામ જોગ બિભત્સ ચિઠ્ઠી લખીને ઘરમાં ફેંકવાની વૃદ્ધને કુટેવ હોવાનું સામે આવ્યું છે. ઉમિયા નગર, ચિતલિયા રોડ, ભગવાન પરા સહિત 5 જેટલા વિસ્તારમાં માનસિક વિકૃત વૃદ્ધનું કૃત્ય કરતો હોવાની વિગતો સામે આવી છે. આ બનાવ બાદ પોલીસ તપાસ કરતા 10, 20 અને 50ની નોટ તેમજ કાગળની ચિઠ્ઠી લખીને ફેંકતો હતો. તપાસની અંદર એક વૃદ્ધ બાઈક પર આ વિસ્તારમાં આંટાફેરા કરતા હોવાના CCTV ફૂટેજ આવ્યા સામે હતા. જેને લઈને પોલીસ દ્વારા તેમની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details