આ ઝડપાયેલા ઈસમો પાસેથી ક્રાઈમબ્રાન્ચે અંદાજિત 2,01,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ક્રાઈમબ્રાન્ચને બાતમી મળી હતી કે, આ ઈસમો શહેરના ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી.
રાજકોટ ક્રાઈમબ્રાન્ચે કુખ્યાત ભાતુ ગેંગને ઝડપી પાડી, 23 ગુન્હાઓ ઉકેલાયા - ક્રાઈમબ્રાન્ચે અંદાજિત 2,01,500નો મુદ્દામાલ કબ્જે કર્યો
રાજકોટઃ ક્રાઈમબ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. જેમાં ચિલઝડપના ગુન્હાઓ આચરતી આંતરરાજ્ય કુખ્યાત ભાતુ ગેંગના પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે.

Rajkot
આ ઇસમોની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેમને ભારતના અલગ અલગ શહેરમાંથી નાના મોટા એમ 23 જેટલા ગુન્હાઓ આચર્યા છે. ક્રાઈમબ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ તમામ આરોપીઓ ઉત્તરપ્રદેશના છે. ઝડપાયેલા મોટાભાગના આરોપી ગુન્હાહિત ઇતિહાસ પણ ધરાવે છે.
રાજકોટ ક્રાઈમબ્રાન્ચે કુખ્યાત ભાતુ ગેંગને ઝડપી પાડી, 23 ગુન્હાઓ ઉકેલાયા