ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime : પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યા, હત્યારાને પોલીસ સકંજામાં લીધા - Accused Fula Ghadani Arrested

રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામ પાસેથી સળગાવેલી હાલતમાં એક યુવાનની લાશ મળી આવી હતી. એ બનાવ હત્યાનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શકમંદોની ઓળખ થઈ જતાં હત્યાનો ભેદ પણ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

Rajkot Crime : પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યા, હત્યારાને પોલીસ સકંજામાં લીધા
Rajkot Crime : પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યા, હત્યારાને પોલીસ સકંજામાં લીધા

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 4:57 PM IST

હત્યાનો ભેદ ઉકેલાયો

રાજકોટ : રાજકોટ જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગત બુધવાર સાંજે કાગવડ સ્થિત ખોડલધામ પાસેથી સળગાવેલી હાલતમાં એક યુવાનની લાશ મળી આવી હતી. એ બનાવ હત્યાનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં શકમંદોની ઓળખ થઈ જતાં હત્યાનો ભેદ પણ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. હોટલના ધંધામાં પૈસા બાબતે બબાલ થતાં ભાગીદારે જ ભાગીદારની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ઘટનાની વિગત: આ કેસમાં ભાગીદારને મૃતક પાસેથી રૂપિયા 47 લાખ લેવાના બાકી હોઈ, જે મૃતક યુવાન આપતો ન હોવાથી અન્ય બે લોકો સાથે મળી હત્યાનો પ્લાન ઘડી પ્રથમ ગળું દબાવી બાદમાં લાશને ફેંકી દઇ ખાડામાં સળગાવી દીધી હતી. પોલીસે મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

યુવાનનો મૃતદેહ સળગાવાયેલો મળ્યો: ખોડલધામ મંદિર નજીક ખંભાલીડાની સીમમાંથી સળગાવેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ ગત બુધવારના રોજ મળ્યો હતો, જેને લઇને રાજકોટ ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કોઈ શખ્સોએ હત્યા કરી લાશ સીમ વિસ્તારમાં લાવી સરપંચની વાડીના શેઢે જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દીધાનું પોલીસનું અનુમાન હતું. જેમાં ગાયો ચરાવતો ગોવાળ સવારે લાશ જોઇ ગયો હતો પણ ડરી ગયો હોવાથી સાંજે ગામમાં જઈ ખંભાલીડાના સરપંચને જાણ કરી હતી. એ બાદ રાજકોટ ગ્રામ્ય એલસીબી અને સુલતાનપુર પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી હતી.

મૃતકની ઓળખ થઇ: આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે ગુનાનાં મૂળ સુધી પહોંચવા પ્રયાસો કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક જેતપુરના ખીરસરા ગામનો વતની છે. તેનું નામ રાજેશ ઉર્ફે રાજુ હરસુરભાઈ બોદર છે. તેમના મોટા ભાઈ મનોજભાઈ ઉર્ફે મુન્નાભાઈ બોદરને બોલાવી રાજકોટ ખાતે મૃતદેહની ઓળખ કરાવતાં તેમનો નાનો ભાઈ રાજેશ જ હોવાનું ખૂલ્યું હતું, જેથી સુલતાનપુર પોલીસે અજાણ્યા શખસો સામે મનોજભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ભાગીદારે હકીકત છુપાવી: પોલીસની પ્રાથમિક તપાસમાં રાજેશ અને આરોપીઓ ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. ગત તારીખ 17 ઓક્ટોબરની રાતે મૃતક ગુમ થયો હતો. ત્યાર બાદ 18 ઓક્ટોબરે શોધખોળ કરતાં મૃતકના ભાઈએ આરોપી ફુલાભાઈને મૃતક વિશે પૂછતાં ફુલાભાઈએ જણાવ્યું હતું કે, તારો ભાઈ તેની કાર મને આપી પાંચ દિવસ માટે ક્યાંક ફરવા ગયો છે એમ કહી હકીકત છુપાવી હતી.

હત્યાનું કારણ: રાજેશભાઇ અને જેતપુરના ફુલાભાઈ પટેલે કાગવડ ખાતે ખોડલધામ હોટલ કરવાની વાત કરતા ખોડલ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ શરૂ કર્યું હતું. રાજેશ સાથે એક વર્ષ પહેલાં ફુલાભાઈએ ભાગીદારી પૂરી કરી પૈસાની લેતીદેતી કરી લીધી હતી. એ પછી ફુલાભાઈના દીકરાની સગાઈ થતી નથી એમ કહી 15 દિવસ માટે હોટલ માગી હતી ત્યારે રાજેશે જણાવ્યું હતું કે આપણે ભાગીદારી પૂરી થઈ ગઈ છે હવે હું હોટલ ન આપી શકું એમ કહેતાં તેનો ખાર રાખી ખોડલધામ પાસે આવેલા ભંડારિયા ગામે ફુલાભાઈના સાઢુની વાડીએ બોલાવી રાજેશની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં હાલ પોલીસે મુખ્ય આરોપી ફુલા ઘાડાણી, અશ્વિન કોઠિયાની ધરપકડ કરી ફરાર આરોપી કિશન બંગડીવાળાની શોધખોળ હાથ ધરી છે.

  1. Banaskantha Crime News: પત્નીએ પ્રેમી સાથે મળી ખેલ્યો ખુની ખેલ, પતિની ગળુ દબાવી હત્યા કરી, આત્મહત્યાનું રચ્યું નાટક
  2. Surat Crime News: પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિની હત્યા કરાવી દીધી, પ્રેમીએ 50 હજાર રુપિયાની સોપારી આપી
  3. Surendranagar Crime : ડીજે વગાડવાની માંગને લઈને યુવકની હત્યાનો બનાવ, નિકાહનો પ્રસંગ માતમમાં ફેરવાયો

ABOUT THE AUTHOR

...view details