રાજકોટ : રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલી આત્મીય યુનિવર્સિટીએ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચલાવવામાં આવે છે. જ્યારે આત્મીય યુનિવર્સિટીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સર્વોદય કેળવણી ટ્રસ્ટ હેઠળ ચલાવે છે. ત્યારે આ સર્વોદય કેળવણી ટ્રસ્ટ સાથે છેતરપિંડી કરીને રૂપિયા 32.26 કરોડ ઉપાચત કર્યાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે.
ત્યાગ વલ્લભ સ્વામી સામે ફરિયાદ : જોકે આ ફરિયાદ સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગ વલ્લભ સ્વામી સહિતના લોકો વિરુદ્ધ નોંધાઈ છે. જે મામલે હાલ ચેરીટી કમિશનર દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. એવામાં આ મામલે ત્યાગ વલ્લભ સ્વામી સહિતના બે લોકોએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જોકે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો દ્વારા જ પૈસા મામલે છેતરપિંડી કરી હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
આ કેસના તમામ આરોપીઓ હાલ ફરાર: આ મામલે એસીપી બી. જે. ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં 420, 406 તેમજ 120 બી કલમ મુજબની છેતરપિંડી અને પૈસાની ઉપાચત બાબતની જે ફરિયાદ નોંધાય છે તે મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલે વિવિધ બેન્કોના એકાઉન્ટ, તેમજ ચેરિટી કમિશનર આ સાથે જ ટ્રસ્ટ અને આત્મીય કોલેજ પાસે જે પણ પ્રકારના દસ્તાવેજો છે તે તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે અને પુરાવા મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ મામલે આગોતરા જામીન બે વ્યક્તિ દ્વારા મૂકવામાં આવ્યા છે. ત્યાગ વલ્લભ સ્વામી અને સમીરભાઈ કૌશિકભાઇ વૈદ્ય દ્વારા નામદાર સેશન કોર્ટમાં આગોતરા જામીન મુકવા માટેની અરજી કરવામાં આવી છે...બી. જે. ચૌધરી(એસીપી)
પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી : એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા દસ્તાવેજી પુરાવા મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે આ મામલે જે પણ લોકો સંડોવાયેલા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. બીજી તરફ આ મામલે ચેરીટી કમિશનર દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે તમામ આરોપીઓ હજુ ફરાર છે. ત્યારે આરોપીઓના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ એક પણ આરોપીઓ હાથ લાગ્યા નહોતા.
સોમવારે વધુ સુનાવણી : જ્યારે આગોતરા જામીન મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ત્યાગ વલ્લભ સ્વામી દ્વારા 20 જેટલા સાધુ સાધ્વીના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા અને તેમાં રૂપિયા નાખવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે પવિત્ર જાનીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પવિત્ર જાની પણ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે તેઓએ હરિપ્રસાદ સ્વામીના માર્ગદર્શનમાં સંન્યાસ લીધો હતો અને તેઓ 28 વર્ષથી હરિપ્રસાદ સ્વામીના પર્સનલ આસિસ્ટન્ટ પણ છે.
- રાજકોટની આત્મીય કોલેજમાં વિદ્યાર્થીઓ ઝઘડ્યાં, એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ
- Rajkot News : ત્યાગવલ્લભ સ્વામીએ ભૂતિયા કર્મીઓ ઊભા કર્યા, બોગસ એકાઉન્ટમાં પૈસા નખાવી 33 કરોડની છેતરપિંડીનો આક્ષેપ
- સોખડા ધામના સ્વામીએ મહાદેવ વિશે કરી ટિપ્પણી, સનાતન ધર્મની માફી માંગે તેવી માંગ