Rajkot Crime : ઉપલેટામાં બુરખા પહેરી લૂંટ કરવા આવેલ બે મહિલા સહિત 4 પોલીસે ઝડપી લીધા રાજકોટ :રાજકોટના ઉપલેટા શહેરના સ્મશાન રોડ પર આવેલી મેમણ કોલોનીમાં ગત 4 ઓગસ્ટના રોજ ઘરમાં એકલી રહેલી એક વૃદ્ધ મહિલાના ઘરમાં બુરખો પહેરીને આવેલા અજાણ્યા શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. જોકે લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલાં ઉહાપોહ મચી જતા બુરખો પહેરીને આવેલા વ્યક્તિઓ ભાગી ગયાં હતાં. આ બનાવ બાદ વિસ્તારમાં લોકોના ટોળેટોળા દ્વારા લૂંટારાઓની શોધખોળ હાથ ધરી હતી પણ તે સમયે કોઇ ઝડપાયું ન હતું.
ચાર દિવસ બાદ ફરિયાદ નોંધાવાઇ હતી : એ સમયે લૂંટારાઓને ખોળવામાં નિષ્ફળતા મળી હતી પણ હવે એ લોકોને પતો લાગી ગયો છે. ઘટનાના ચાર દિવસ બાદ 8 ઓગસ્ટના રોજ ઘટના અંગેની ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે કાર્યવાહી કરતાં આ ઘટનાની અંદર ચાર વ્યક્તિઓને ઝડપ્યા છે. જેમાં બે પુરુષ અને બે મહિલાની અટકાયત કરી હોવાનું ઉપલેટા પોલીસ દ્વારા જાહેર કરાયું છે.
ઉપલેટા શહેરમાં લૂંટ કરવાનો પ્રયાસ થતા ઘટનાની અંદર 4 ઓગસ્ટે આ ઘટના બની હતી જેમાં ઘટના બન્યાના ચાર દિવસ બાદ ફરિયાદીની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ઘટનાના ચાર દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી પોલીસ તપાસમાં પોલીસે દ્વારા ચાર જેટલા વ્યક્તિઓને અટક કરી હોવાનું ઉપલેટા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ બનાવમાં પોલીસે ઉપલેટાના આમીર ઉર્ફ અમુ રહીમભાઇ ધરાર, અરબાજ હુશેનભાઇ બુખારી, રૂકશાના ઉર્ફ રૂકુ ડો/ઓ દિલાવરહીંગોરા, રહીશા વા/ઓ શકીલભાઇ બુખારીને ઝડપ્યા હોવાનું જાહેર કરાયું છે...ઉપલેટા પોલીસ
ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી : ઉપલેટા શહેરના સ્મશાન રોડ પર આવેલી મેમણ કોલોનીમાં એકલી રહેલી વૃદ્ધ મહિલાના ઘરની અંદર લૂંટ કરવાના પ્રયાસથી ત્રણ બુરખાધારી વ્યક્તિઓ આવ્યા હતા. જેમાં એક બુરખાધારી મહિલાએ દરવાજો ખખડાવ્યા બાદ વૃદ્ધાએ દરવાજો ખોલતા બુરખાધારી બે પુરૂષો અંદર પ્રવેશ્યા હતા અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેથી અહીંયા આ ઘટના અંગે પાડોશમાં રહેતી અને ચોકીદારી કરતી મહિલાને જાણ થતા મહિલા બહારથી દરવાજો બંધ કરી લોકોને એકત્રિત કરવા ગઈ હતી. પરંતુ પાછળથી જ અન્ય એક મહિલાએ દરવાજો ખોલતા અંદર રહેલા બુરખો પહેરીને આવેલા બે વ્યક્તિઓ ધક્કા મૂકી કરી નાસી છૂટ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી.
8 ઓગસ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી :આ ઘટના બાદ આ વિસ્તારની અંદર ઘટના અંગે જાણ થતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને ઘટનાને અંજામ આપનાર વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી હતી અને બાદમાં પોલીસને પણ જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને સમગ્ર મામલે તપાસ અને શોધખોળ શરૂ કરી હતી. ગત તા. 4 ઓગસ્ટના રોજ ઉપલેટા શહેરના સ્મશાન રોડ પર મેમણ કોલોનીના મકાનમાં રહેતી વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી લૂંટ કરવાનો પ્રયાસ થયો હતો જે બાદ આ મામલે ઈરફાન આમદ જુમાણી નામના વ્યક્તિએ આ મામલે ઘટનાના ચાર દિવસ બાદ ઉપલેટા પોલીસ મથકમાં 8 ઓગસ્ટના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બે પુરુષ તેમજ બે મહિલાની અટકાયત : પોલીસ ફરિયાદ બાદ પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસમાં ખુલવા પામ્યું એ પ્રમાણે પોલીસે ચાર વ્યક્તિઓની અટકાયત કરી છેે. આ ઘટનામાં ચાર વ્યક્તિઓમાં બે પુરુષ તેમજ બે મહિલાની અટકાયત કરી ભેદ ઉકેલ્યો હોવાનું ઉપલેટા પોલીસે જાહેર કર્યું છે.
- Ahmedabad Crime : ડેટિંગ એપથી દિલ્હીના વેપારીને હોટલમાં બોલાવ્યો, રુમમાં ટ્રાન્સજેન્ડરે કર્યું એવું કામ કે થઇ ધરપકડ
- Surat News: ધોળે દિવસે ત્રણ મહિલાઓ વૃદ્ધ મહિલાને બેભાન કરી સાડા ત્રણ લાખના દાગીનાની લૂંટ કરી ફરાર
- Rajkot Crime: રાજકોટમાં અપહરણ બાદ લૂંટનું નાટકના ગુન્હાનો ભેદ ઉકેલાયો, બંટી બબલી ઝડપાયા