ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime: શાપરમાંથી આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત પીણું બનાવતી ફેક્ટરી પર દરોડો - Ayurvedic syrup from Shapar

પૈસા કમાવવા માટે અને કોઈપણ લાભ મેળવવાના ઓળા હેઠળ લોકો દરેક ચીજ વસ્તુઓનો મિલાવટ કે નકલી વસ્તુ બનાવે છે. આવું જ કંઈક ઝડપાયું છે રાજકોટના શાપરમાં જેમાં આયુર્વેદિક સીરપ બનાવતી ફેક્ટરી પર પોલીસે દરોડો પડ્યો છે. જાણો વિગતો.

શાપરમાંથી આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત પીણું બનાવતી ફેક્ટરી પર દરોડો
શાપરમાંથી આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત પીણું બનાવતી ફેક્ટરી પર દરોડો

By

Published : Jun 19, 2023, 12:50 PM IST

રાજકોટ: શાપર (વેરાવળ) તાબેના પડવલા ગામની સીમમાંથી આયુર્વેદિક સીરપના ઓઠા તળે નશા યુક્ત પીણું બનાવતું કારખાનું પોલીસે પકડી પાડ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસને બાતમી મળી હતી જેના આધારે તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

લાખોનો મુદ્દામાલ:પોલીસે માહિતીના આધારે ટીમ સાથે રવિવારે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી બીયરનો જથ્થો તો ન મળ્યો પરંતુ ગોડાઉનમાં આયુર્વેદિક હર્બલ સીરપના નામે નશાયુક્ત પીણું બનાવવાનું કારખાનું ધમધમતું હોવાનું જાણવા મળ્યું હતું. ગોડાઉનમાં તપાસ કરતા અહીંથી આયુર્વેદિક હર્બલ સીરપના નામે નશીલું પ્રવાહી ભરેલી 4850 બોટલ, નશીલું પ્રવાહી બનાવવા માટે એસેન્સ ફ્લેવરની 25 બોટલ, પ્લાસ્ટિકની ખાલી બોટલ તેમજ ઢાંકણા, નશીલું પ્રવાહી બનાવવા માટેની મશીનરી વગેરે મળી કુલ રૂ.6.13 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

" પડવલાની સીમમાં પ્લોટ 23 માં આવેલા એક ગોડાઉનમાં રાજકોટના સલીમ કાણિયો નામનો શખ્સ બીયરનું વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી" --એસ.જે. રાણા (શાપર પોલીસ મથકના પીએસઆઈ)

તપાસ હાથ ધરી:આ ગોડાઉનમાં કામ કરી રહેલા શ્રમિકોની પૂછપરછ કરતા રાજકોટના સલીમ કાણિયા અને તેનો ભાગીદાર મહેશ નામના શખ્સે પોણા ત્રણ મહિનાથી આ ગોડાઉન ભાડે રાખી આયુર્વેદિક સીરપના ઓઠા હેઠળ નશા યુક્ત પીણું બનાવવાનું કારખાનું ચલાવતા હોવાનું જણાવ્યું હતું. દરોડા બાદ પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના તેમજ એફએસએલ ને જાણ કરી સ્થળ પર બોલાવ્યા હતા.

Rajkot Crime: શાપરમાંથી આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત પીણું બનાવતી ફેક્ટરી પર દરોડો

નશાયુક્ત પીણાના સેમ્પલ:તેમને પૃથક્કરણ માટે કબજે કરેલા નશાયુક્ત પીણાના સેમ્પલ લીધા છે. જ્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જરૂરી લાઇસન્સ મેળવ્યું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.નશા યુક્ત પીણું બનાવવાની ફેક્ટરી ચલાવતા સલીમ કાણિયા અને તેના ભાગીદાર મહેશને સકંજામાં લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ તપાસનીશ અધિકારીએ જણાવ્યું છે.

  1. આયુર્વેદિક હર્બલના ઓઠા નીચે વેચાતા નશીલા પીણા, પોલીસે ખુલ્લું પાડ્યું કારસ્તાન
  2. અમદાવાદ: નશાયુક્ત સીરપનું ગેરકાયદે વેચાણ કરતા 2 લોકોની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details