ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime: રાજકોટમાં ધો.11ના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ ઢોર માર મારતા પોલીસ ફરિયાદ થઈ - Rajkot Utkarsh School

રાજકોટ શહેરમાંથી વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી ઘટના સામે આવી છે. જે મામલે પોલીસ ફરિયાદ થઈ છે. આ કેસમાં પોલીસે કાયદેસરની તપાસ કરીને પગલાં લીધા છે. જોકે, આ મામલે સ્કૂલ સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

Rajkot Crime: રાજકોટમાં ધો.11ના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ ઢોર માર મારતા પોલીસ ફરિયાદ થઈ
Rajkot Crime: રાજકોટમાં ધો.11ના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ ઢોર માર મારતા પોલીસ ફરિયાદ થઈ

By

Published : Mar 12, 2023, 10:07 AM IST

રાજકોટઃરાજકોટમાં ધોરણ 11ના વિદ્યાર્થીને તેની જ સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા ઢોર મારવામાં આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીને સાથે અભ્યાસ કરતા બીજા વિદ્યાર્થીઓ દ્વારા માર મારવાની ઘટના સામે આવતા ચારમાંથી જવા પામી છે. આ સમગ્ર મામલે રાજકોટના માલવિયાનગર પોલીસ મથકમાં માર મારનાર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેને લઈને પોલીસે કાયદાકીય પગલાં લઈને આગળની કામગીરી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ Board Exam: વાંચન સમયે ચોકલેટ ખાવા બોર્ડના વિદ્યાર્થીઓને સલાહ, શિક્ષણવિદે્ આપી વિવિધ ટિપ્સ

બેસવાના મામલે વિવાદઃસમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના અક્ષર માર્ગ ઉપર આવેલી ઉત્કર્ષ વિદ્યાલયમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ 11માં અભ્યાસ કરતા એક છાત્રને બેંચ ઉપર બેસવા મામલે તેના જ ક્લાસમાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના કારણે આ વિદ્યાર્થીને હાથના ભાગે ગંભીર ઇજ પહોંચી હતી. તેમજ તેના હાથનું હાડકું ખસી ગયું હતું. આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. વધુ સારવાર આપવામાં આવી હતી. જ્યારે એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને પગલે શહેરભરમાં ચર્ચાનો વિષય બનવા પામે છે.

આ પણ વાંચોઃ Rajkot News: રખડતા પશુઓ અંગે પૂર્વ કેન્દ્રિય પ્રધાનનું ચોંકાવનારું નિવેદ

પોલીસ ફરિયાદ થઈઃ પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ બંને વિદ્યાર્થીઓ ઉત્કર્ષ સ્કૂલમાં જ એક જ ક્લાસમાં બેસે છે. રીસેસના સમયે ઉપર બેસવા મામલે બંને વચ્ચે બબાલ થઈ હતી. જેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ઢોર માર્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘવાયો હતો. આ મામલે રાજકોટ માલવયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ સાથે જ માર મારનાર વિદ્યાર્થી દ્વારા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને ધમકી પણ આપવામાં આવી હતી કે આ અંગે કોઈને જાણ પણ ન કરતો, જ્યારે આ પ્રકારની ઘટનાને પગલે શાળામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. આ મામલે રીસેમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી પણ થઈ હતી. બીજા વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થીને બેન્ચ સાથે અથડાવી દીધો હતો.

ABOUT THE AUTHOR

...view details