રાજકોટ:રાજકોટ શહેરમાં પર પરપ્રાંતીયોને રિક્ષામાં બેસાડીને છરી બતાવીને તેમની પાસે રહેલી રોકડ રકમ અને મોબાઈલ સહિતની વસ્તુઓની લૂંટ ચલાવતી રીક્ષા ગેંગનો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ રીક્ષા ગેંગ દ્વારા મુખ્યત્વે શાપર વેરાવળથી આવતા પરપ્રાંતીઓને રીક્ષામાં બેસાડવામાં આવતા હતા. રાજકોટના અવાવરૂ જગ્યા પર લઈ જઈને તેમને છરી બતાવીને તેમની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઇલ સહિતની વસ્તુઓ લૂંટી લેવામાં આવતી હતી. રાજકોટ શહેરમાં આ પ્રકારના બે બનાવ બન્યા હતા. જે મામલે પોલીસે રીક્ષા ગેંગને પકડી પાડી હતી.
આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં પકડાયો રીઢો બાઇક ચોર, 50થી વધુ બાઈક ચોરી સહિતના અનેક ભેદ ઉકેલાશે
ગુન્હો નોંધાયો:સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટમાં તાજેતરમાં શહેરના આજીડેમ ચોકડી વિસ્તારમાં પરપ્રાંતીય યુવકને છરીના ઘા મારીને તેની પાસેથી રોકડ રૂપિયા મોબાઇલ સહિતની વસ્તુઓની લૂંટ ચલાવવામાં આવી હતી. જે મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે આવો જ બનાવ રજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાયો હતો. જ્યાં ગોંડલ ચોકડી નજીક એક પરપ્રાંતીયને છરીના ઘા મારીને તેની પાસેથી પણ રોકડ રકમ અને મોબાઇલની લૂંટ ચલાવવામાં આવી હતી. આ બંને ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આ રીક્ષા ગેંગને પકડી પાડવામાં આવી હતી. મુખ્યત્વે આ ગેંગ દ્વારા પરપ્રાંતીઓને જ પોતાનો શિકાર બનાવવામાં આવતો હતો.