બેટરીવાળા રમકડા બન્યાં બ્લાસ્ટનું કારણ રાજકોટ : રાજકોટની મોબાઇલ શોપમાં આગના બનાવને લઇને જે કારણ બહાર આવ્યું છે તે ચોંકાવનારું છે. એફએસએલ તપાસ દરમિયાન જે માહિતી મળી તેમાં જાણવા મળ્યું હતું કે મહિલા જે બેગ દુકાનમાં મૂકીને જતી રહી હતી તે બેગમાં જે બેટરીવાળા રમકડા હતાં અને તેની બેટરી લીક થવાથી બ્લાસ્ટ થયો હાલ જાણવા મળી રહ્યું છે. જોકે રાજકોટના મધ્યમાં આવેલા ગુંદાવાડી વિસ્તારમાં મોબાઇલ શોપમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી.
મહિલા પાર્સલ ભૂલી ગઇ અને થયો બ્લાસ્ટ: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી ગુજરાત મોબાઇલ શોપ નામની દુકાનમાં બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેને લઇને આ શોપના માલિકે તાત્કાલિક પોલીસને બનાવની જાણ પણ કરી હતી. રાજકોટ પોલીસે ઘટના સ્થળે આવીને સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતાં અને સમગ્ર મામલે ઊંડી તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો Surat bulloon cylinder blast: ફુગ્ગામાં ગેસ ભરતા પહેલા ચેતવા જેવો કિસ્સો, સિલેન્ડર બ્લાસ્ટ થતા...
સીસીટીવી મળ્યાં હતાં : મોબાઇલની દુકાનમાં સીસીટીવી લાગેલા હતાં જેથી તેની તપાસ કરવામાં આવી હતી. તે સીસીટીવી ફૂટેજમાં પણ જાણવા મળ્યું હતું કે એક મહિલા પોતાની બેગ અહીંયા ભૂલી જાય છે અને ત્યારબાદ આ બેગના કારણે મોબાઇલની દુકાનમાં બ્લાસ્ટ થાય છે અને આગ લાગવાની ઘટના બને છે. જોકે બનાવને પગલે જે મહિલા અહીંયા બેગ મૂકીને ગઈ હતી તેની પણ પૂછપરછ હાથ ધરવાની કામગીરી કરવામાં આવશે.
મહિલાનો શું ઇરાદો હતો તેની તપાસ કરાશે : રાજકોટમાં આ પ્રકારની ઘટનાને લઈને ડીસીપી સજજનસિંહ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં ગુંદાવાડી પોલીસ ચોકી સામે ગુજરાત મોબાઇલ શોપ નામની દુન આવેલી છે. જેમાં ગત 6 એપ્રિલના રોજ એક મહિલા રાત્રિના નવ વાગ્યાની આસપાસ આ દુકાને ખાતે કંઈક વસ્તુ ખરીદવા માટે આવે છે અને આ મહિલા પાસે પ્લાસ્ટિકની બેગ હોય તેવું સીસીટીવી કેમેરામાં જોવા મળી રહ્યું છે. જ્યારે આ મહિલા આ શોપમાં બેગ ભૂલી જાય છે અને પોતે જે વસ્તુ ખરીદવા આવી હોય છે તે ખરીદીને જતી રહે છે. ત્યારબાદ આ બેગમાંથી સ્પાર્ક થતું હોય અને આગ લાગતી હોય તેવી ઘટના દુકાનમાં લાગવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ જોવા મળે છે. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ દુકાનદાર પોલીસને કરી હતી અને પોલીસ આ મામલે ફરિયાદ પણ નોંધી છે.
આ પણ વાંચો ચાર્જમાં મૂકેલી બાઇકમાં બ્લાસ્ટ થતા સંપૂર્ણ ઘરવખરી બળીને થઈ ખાખ
એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી : ડીસીપી સજજનસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાની ફરિયાદ થયા બાદ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ તપાસ કરવામાં આવી હતી. જેમાં એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી. જેના આધારે સામે આવ્યું હતું કે ત્યાં બેટરીવાળા રમકડામાં સ્પાર્ક થવાના કારણે આ પ્રકારની ઘટના બની હોઈ શકે છે. હાલ FSLદ્વારા આ મામલે પ્રાથમિક માહિતી આપવામાં આવી છે. જોકે આગામી દિવસોમાં મોબાઈલની દુકાનમાં આગ લાગવાની ઘટના અંગે ભક્તિનગર પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવનાર છે.