રાજકોટમાં બોયઝ હોસ્ટેલના સંચાલક અને સ્થાનિકો વચ્ચે બબાલ રાજકોટ :માયાણી ચોક વિસ્તારમાં આવેલ બોયઝ હોસ્ટેલના યુવાન અને સ્થાનિકો વચ્ચે ગઇકાલે મોડી રાતે બબાલ સર્જાઈ હતી. આ ઘટનામાં એક સ્થાનિક વ્યક્તિને માથામાં ઇજા પહોંચી હતી. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાને પગલે માલવિયાનગર પોલીસ પણ ત્યાં પહોંચી હતી. તેમજ આ મામલે વધુ કાર્યવાહી શરૂ છે. પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે કે, વિસ્તારમાં આવેલ બોયઝ હોસ્ટેલના દરવાજા અને બારી મુદ્દે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો અને હોસ્ટેલ સંચાલકો વચ્ચે બબાલ સર્જાઈ રહી છે. જેને ગઈકાલે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.
સ્થાનિકોની માંગ : આ અંગે માયાણી ચોકમાં રહેતા અમૃતાબેને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં છોકરાઓની હોસ્ટેલ છે. જે ઘણા વર્ષો સુધી બંધ હતી. પરંતુ હાલમાં જ શરૂ થઇ છે. જ્યારે આ વિસ્તારમાં અમારા બાળકો ગ્રાઉન્ડમાં રમતા હોય તે દરમિયાન હોસ્ટેલમાં રહેતા લોકો ઉપરથી પથ્થર ફેંકતા હોય છે. ત્યારે અમારી માંગણી છે કે આ હોસ્ટેલની તાત્કાલિક બંધ કરાવવી જોઈએ.
હોસ્ટેલને બંધ કરવામાં આવે અથવા હોસ્ટેલની બારીઓ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે. ગઈકાલે આ હોસ્ટેલ મામલે અમારા વિસ્તારની ત્રણ સોસાયટીના લોકો એકઠા હતા હતા. ત્યારે આ હોસ્ટેલના સંચાલકોને પણ બોલવામાં આવ્યા હતા. તે દરમિયાન હોસ્ટેલમાંથી પત્થરનો ઘા કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક સ્થાનિકને માથાના ભાગે ઈજા પહોંચી હતી.-- અમૃતાબેન (સ્થાનિક મહિલા)
એક વ્યક્તિ ઈજાગ્રસ્ત : સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે, આ હોસ્ટેલ શરૂ થઈ તેને મહિના જેટલો સમય થયો છે. હોસ્ટેલ નિર્માણ દરમિયાન અમે હોસ્ટેલ સંચાલકોને રજૂઆત કરી હતી કે હોસ્ટેલનો દરવાજો અને બારી કોમન પ્લોટ તરફ ન મૂકવો. પરંતુ હોસ્ટેલ સંચાલકોએ કોમન પ્લોટમાં બારી અને દરવાજો કોમન પ્લોટ તરફ મૂકતા સ્થાનિકો અને હોસ્ટેલ સંચાલકો વચ્ચે બબાલ સર્જાઈ હતી. ત્યારે હવે આ સમગ્ર મામલો માલવિયાનગર પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલની ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
- Rajkot Crime News : મહિલા પોલીસ કર્મીનો ગામના વ્યક્તિ સાથે બવાલનો વાયરલ વિડિયો, શું છે હકીકત
- Rajkot Crime : ધોરાજીમાં રબારી સમાજના બે જુથ વચ્ચે ધીંગાણામાં એકનું મૃત્યુ, સામસામે નોંધાવી ફરીયાદ