રાજકોટમાં હીરાના કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો રાજકોટ :રાજકોટમાં બે દિવસ અગાઉ મવડી વિસ્તારમાં હીરાના કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, હીરાના કારખાનામાં અગાઉ કામ કરતા શખ્સ દ્વારા અહીંયા ચોરી કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. બાદમાં કુલ ત્રણ શખ્સોએ ભેગા મળી અહીં ચોરી કરી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
55 લાખના હીરાની ચોરી : સમગ્ર ઘટના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાંચના ACP ભરત બસિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 1-11-2023 ના રોજ મવડી વિસ્તારના બાપા સીતારામ ચોક નજીક સીવી ઇમ્પેક્ષ ડાયમંડ નામના કારખાનામાં ચોરીની ઘટના સામે આવી હતી. આ કારખાનામાંથી રૂ. 8 લાખ રોકડા અને 55 લાખના હીરાની ચોરી થઈ હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી.
ગણતરીના કલાકોમાં આરોપી ઝબ્બે : ACP ભરત બસિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ તપાસ દરમિયાન આ ગુનાના એક આરોપીની રાજકોટથી અને બે આરોપીઓની સુરતથી એમ કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ અંદાજિત 58 લાખ રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આ ત્રણેય ઈસમોએ સાથે મળીને હીરાના કારખાનામાં રોકડ રૂપિયા 8 લાખ અને રૂપિયા 55 લાખના હીરા ચોરી કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. આરોપી બકુલ ધનજી ઢોલરીયા, પરેશ હીરાભાઈ મંગલપરા અને જીતેશ ગોપાલભાઈ રૂપાપરાને પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે આ ત્રણેય આરોપીઓ આ પ્રકારના ગુનાઓ અગાઉ પણ કરી ચૂક્યા છે.
કેવી રીતે બન્યો ચોરીનો પ્લાન ? પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બકુલ ઢોલરીયા નામનો આરોપી આ અગાઉ પણ ફેબ્રુઆરી માસમાં રાજકોટના સીવી ઇમ્પેક્ષ હીરાના કારખાનામાં ચાર-પાંચ દિવસ માટે કામ કરી ગયો હતો. જેના કારણે તેને કારખાનામાં રોકડ રૂપિયા ક્યાં રાખ્યા છે અને બીજો માલ ક્યાં પડ્યો છે તે તમામ બાબતની જાણકારી જાણકારી હતી. તેને આ તમામ માહિતી પોતાના મિત્ર પરેશને આપી હતી અને આ બંનેએ ભેગા મળીને હીરાના કારખાનામાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં રાજકોટના જીતેશને પણ સામેલ કર્યો હતો. જોકે હાલ ત્રણેય આરોપીઓ પકડાઈ ચૂક્યા છે.
- Rajkot Crime News: સર્વેશ્વર ચોક ખાતે તુટી પડેલ બ્રિજની નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરોઃ કૉંગ્રેસ
- Rajkot Crime news: રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, 6 જેટલી કારના કાચ તોડ્યા, એક કારમાંથી તો રિવોલ્વર પણ ચોરાઈ