રાજકોટઃ ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝૂંબેશ ચલાવામાં આવી રહી છે. પરંતુ રાજકોટમાં જાણે વ્યાજખોરો બેફામ બન્યા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના સંત કબીર રોડ પર દેવાદારના પુત્રનું અપહરણ કરી ગોંધી રાખી પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી. ગોંધી રખાયેલા યુવકના પિતાએ છેવટે પૈસા આપી દેવાની ખાતરી આપતાં યુવકને છોડવામાં આવ્યો હતો. જે બાદ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
યુવકના પિતાએ વ્યાજખોરોને પૈસા આપવાની ખાતરી આપતા આ યુવકને વ્યાજખોરો દ્વારા મુક્ત કરવામાં આવ્યો યુવકનું અપહરણ કરી લીધું : રાજકોટના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા સંત કબીર રોડ ઉપર ત્રણ જેટલા વ્યાજખોરો દ્વારા પૈસા મામલે એક યુવકનું અપહરણ કરીને તેને દુકાનમાં ગોંધી રાખ્યો હતો અને માર માર્યો હતો. જ્યારે ગોંધી રખાયેલા આ યુવકના પિતાએ વ્યાજખોરોને પૈસા આપવાની ખાતરી આપતા આ યુવકને વ્યાજખોરો દ્વારા મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
આ પણ વાંચો Ahmedabad Crime News : 8ની સામે 15 લાખ આપ્યા છતાં વ્યાજખોરે ન છોડ્યો પીછો, આખરે શિક્ષકે નોંધાવી પોલીસ ફરિયાદ
80 હજારના રૂ.2.40 લાખ ચૂકવ્યા : વ્યાજખોરો દ્વારા અપહરણની આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ચંદ્રેશભાઈ વ્યાસને વર્ષ 2018માં પૈસાની જરૂર પડતા વ્યાજખોરો પાસેથી રૂ. 80 હજાર 8 ટકાના વ્યાજે લીધા હતા. ત્યારબાદ ચંદ્રેશભાઇ દ્વારા આ પૈસા વ્યાજ સાથે 2.40 લાખ રુપિયા વ્યાજ સાથે ચૂકવ્યા હતા. છતાં પણ આ વ્યાજખોરો દ્વારા વારંવાર ચંદ્રેશભાઈ પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જોકે ત્યારબાદ તો આ વ્યાજખોરોએ હદ કરી નાખી હતી અને પૈસા મામલે તેમના પુત્રનું અપરણ કરીને તેને દુકાને પૂરી રાખીને માર માર્યો હતો. જે બાદ આ યુવકને તેને પિતાને ફોન કરવાનું કહ્યું હતું અને પિતાને ફોન કરીને પૈસા મામલે વાતચીત કરી હતી. ત્યારબાદ પિતાએ પૈસા આપવાની ખાતરી આપતા વ્યાજખોરોએ અંતે પુત્રને છોડી મૂક્યો હતો.
આ પણ વાંચો Beware of usurer: વ્યાજખોરથી કંટાળી યુવકે સાબરમતીમાં કૂદીને આપઘાતનો કર્યો પ્રયાસ, પોલીસે બે વ્યાજખોર ઝડપ્યા
આરોપીઓને પકડી પાડવામાં આવ્યા પીઆઇ :આ મામલે રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બારોટે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું યુવકના અપહરણ મામલે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇને બી ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે હાલ આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બી ડિવિઝન પોલીસ દ્વારા નેમીષ સોલંકી, કશ્યપ અને કાળુ નામના આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ માગવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પૈસા મામલે યુવકનું અપહરણ કરવાની ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.