ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime News: ઘરફોડ કરતા રીઢા ચોરોને રાજકોટ ગ્રામ્ય LCBએ ઝડપી લીધા, ઉલટ તપાસમાં અનેક ચોરીના ભેદ ઉકેલાયા

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી બંધ મકાનમાં ઘરફોડ ચોરીના કિસ્સા વધી રહ્યા હતા. રાજકોટ ગ્રામ્ય LCBએ ઘરફોડ કરતા રીઢા ચોરોને ઝડપી લીધા છે. વાંચો રાજકોટ LCBની પ્રશંસનીય કામગીરી વિશે વિગતવાર

ઘરફોડ કરતા રીઢા ચોરોને રાજકોટ ગ્રામ્ય LCBએ ઝડપી લીધા
ઘરફોડ કરતા રીઢા ચોરોને રાજકોટ ગ્રામ્ય LCBએ ઝડપી લીધા

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 12:38 PM IST

LCBએ ઘરફોડ કરતા રીઢા ચોરોને ઝડપી લીધા

રાજકોટઃ જિલ્લાના અનેક ગામોમાં બંધ મકાનોમાં ઘરફોડ થતી અને મુદ્દામાલની ચોરી થતી હતી. આ મામલે અનેક ગુના નોંધાતા રાજકોટ ગ્રામ્ય LCBએ સત્વરે કામગીરી આરંભી દીધી હતી. પોતાના બાતમીદારોને કામે લગાડી, ચોક્કસ બાતમી મેળવી LCBએ ઘરફોડ કરતા 3 રીઢા ચોરોની ધરપકડ કરી લીધી છે.

બંધ મકાનમાં ઘરફોડ ચોરી

કોણ છે 3 આરોપીઓ?: ઝડપાયેલા 3 આરોપીઓમાં અજય ઉર્ફે બોડીયો ઝાંપડીયા, ચંદુ ધીરૂભાઇ પરમાર, અને ભરત કેશુભાઈ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી ત્યારે તેમની પાસેથી રોકડ રકમ, દાગીના, મોબાઈલ, બાઈક, ચોરી માટેના સાધનો એમ કુલ મળીને 6,35,760 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો.

સૌથી મોટી ઘરફોડઃ રાજકોટના ખાસ કરીને ગોંડલ અને આટકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીના કિસ્સા વધી રહ્યા હતા. આ ચોરીના ગુના ઉકેલવામાં રાજકોટ ગ્રામ્ય LCBને સફળતા હાથ લાગી છે. ઝડપાયેલા આરોપીઓએ સૌથી મોટી ચોરી આટકોટના સાંણથલી ગામે કુલ 8,03,000 લાખની કરી હતી. આ આરોપીઓ વિરુદ્ધ ગોંડલ, વીંછીયા, બોટાદ, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં પણ ગુના નોંધાયેલા છે.

પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા આરોપીઓએ પાંચવડા, સાણથલી, મોટી ખીલોરી ગામે ઘરફોડ ચોરીની કબુલાત કરી છે. આમ ત્રણ ઘરફોડ ચોરીના ઉકેલાયા છે. ત્રણેય આરોપીઓને હાલ આટકોટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે...કે.જી. ઝાલા(ડિવાયએસપી, ગોંડલ ડિવિઝન)

3 ચોરીના ગુના ઉકેલાયાઃ પોલીસે આરોપીઓની સઘન તપાસ કરી છે જેમાં આરોપીઓએ પાંચવડા, સાણથલી, મોટી ખીલોરી ગામે કરેલ ચોરી કબૂલી લીધી છે. આમ ત્રણ ઘરફોડ ચોરીના ગુના ઉકલાઈ ગયા છે. આ આરોપીઓ પર કાયદેસર કાર્યવાહી કરવા માટે આટકોટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

  1. Rajkot Crime News: એમ. જે. કુંડરિયા કોલેજના પ્રોફેસરે PHD કરતી યુવતીનું જાતિય શોષણ કર્યુ, પ્રોફેસરને સસ્પેન્ડ કરવા માંગ
  2. Rajkot Crime : રાજકોટમાં સિરપના નામે નશાયુક્ત પદાર્થનું વેચાણ થવાના કેસમાં 3 શખ્સોની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details