ગુજરાત

gujarat

ETV Bharat / state

lrd fake call letter scam : LRD બોગસ કોલ લેટર કૌભાંડમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વધુ 4 આરોપીની ધરપકડ કરી, અત્યાર સુધી કુલ 7 ઝડપાયા - 28 બોગસ કોલ લેટર

LRD બોગસ કોલ લેટર કોભાંડમાં વધુ 4 આરોપીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. અત્યાર સુધી આ મામલમાં કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બોગસ લેટર કૌભાંડમાં ઉમેદવારોને જે યુવતી ફોન કરતી હતી તેની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતાઓ છે.

LRD બોગસ કોલ લેટર કૌભાંડમાં અત્યાર સુધી કુલ 7 ઝડપાયા
LRD બોગસ કોલ લેટર કૌભાંડમાં અત્યાર સુધી કુલ 7 ઝડપાયા

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 5:56 PM IST

અત્યાર સુધી કુલ 7 આરોપીની ધરપકડ

રાજકોટ:સમગ્ર રાજ્યમાં ચકચારી એવા LRD બોગસ કોલ લેટર કોભાંડમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા હાથ લાગી છે. અગાઉ આ કૌભાંડના 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે વધુ 4 આરોપીની ધરપકડ કરી છે. તેથી આ કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચને કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે.

નાપાસ ઉમેદવારોને ફસાવતાઃ જે ઉમેદવારો પોલીસ ભરતીમાં નાપાસ થયા હોય તેમનો સંપર્ક આરોપી ધીરૂ અને રમેશ કરતા. ત્યારબાદ તેમની મુલાકાત મુખ્ય આરોપી દેવરાજ અને હિતેશ સાથે કરાવતા હતા. જ્યારે ધીરુ અને રમેશને સંપર્ક કરવાના કામમાં એક ઉમેદવાર દીઠ રૂપિયા 50,000 રકમ ચૂકવવામાં આવતી હતી. તેમજ મુખ્ય આરોપીઓ દેવરાજ અને હિતેશ ઉમેદવારો પાસે બોગસ કોલ લેટર બનાવી આપતા. આ બોગસ કોલ લેટર માટે રૂ. 4થી 5 લાખ પડાવતા હતા.

તારીખ 22-08-2023ના રોજ DCB પોલીસ મથકમાં LRD બોગસ કોલ લેટર કોભાંડમાં 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે ગઈકાલે વધુ 4 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે. સાગર સવસીભાઈ સાકરીયા, સીમા સવસીભાઈ સાકરીયા, ધીરુખોરાણી અને રમેશ દેવશીભાઈ ઓડકિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સીમા અને સાગર આ બંને ભાઈ-બહેન ઉમેદવારોને ફોન કરતા અને કોલ લેટર મોકલવાનું કામ કરતા હતા...ભરત બસિયા(ACP, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ)

28 બોગસ કોલ લેટર અપાયાઃ આ કૌભાંડમાં હજુ ઘણા બધા લોકો સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, ઉલ્લેખનીય છે કે આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 28 જેટલા બોગસ કોલ લેટર બનાવવામાં આવ્યા છે.

Rajkot medicine scam: રાજકોટમાં સરકારી દવાઓને બ્લેકમાં વેચવાનું કૌભાંડ, પેનલ્ટીથી બચાવવા મેનેજર લેતો હતો રૂપિયા
Bogus Billing Scam : બોગસ પેઢીઓ થકી 1500 કરોડનું GST કૌભાંડ આચરનાર ભાવનગરથી ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details