ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Liquor Case: એડિશનલ કલેકટર લખેલી ગાડીમાંથી મળ્યો દારૂ, તપાસનો ધમધમાટ ચાલું - ADDITIONAL COLLECTOR

રાજકોટમાં દારૂની રેલમછેલ થતી હોવાનું અનેક વખત પુરવાર થયું છે. પણ કિસ્સો એવો સામે આવ્યો છે કે, દારૂની આવી હેરાફેરી માટે સરકારી વાહનોનો ઉપયોગ થવા લાગ્યો છે. એડિશનલ ક્લેકટર લખેલી કારમાંથી દારૂનો સ્ટોક મળી આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે.

Rajkot Liquor Case: એડિશનલ કલેકટર લખેલી ગાડીમાંથી મળ્યો દારૂ, તપાસનો ધમધમાટ ચાલું
Rajkot Liquor Case: એડિશનલ કલેકટર લખેલી ગાડીમાંથી મળ્યો દારૂ, તપાસનો ધમધમાટ ચાલું

By

Published : Mar 19, 2023, 4:54 PM IST

રાજકોટઃખાનગી વાહનોમાંથી પોલીસને દારૂ મળવાના અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે. પરંતુ રાજકોટમાં એડિશનલ કલેક્ટર રૂડા રાજકોટ લખેલી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડીમાંથી પોલીસે દારૂ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. સરકારી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી એડિશનલ કલેક્ટરની પ્લેટ વાળી ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક કાર ચાલક નશાની હાલતમાં મળી આવતા ચકચાર મચી ગયો છે.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : 17 લોકોના અપહરણ કેસમાં ભાજપના નેતાના નામ સામે આવ્યા ખળભળાટ

પીધેલી હાલતમાં યુવાનઃ રાજકોટ શહેરના શીતલ પાર્ક પાસેથી એક કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં અને ઇંગ્લિશ દારૂની બોટલ સાથે મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કારનો ડ્રાઇવર કલ્પેશકુમાર મોરે હોવાની વિગતો મળી આવી છે. કલેકટર એન્ડ સી.ઇ.એ. રૂડા રાજકોટની લગાવેલ પ્લેટ સાથેની ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એક ઈનોવા કાર રાજકોટના શીતલ પાર્ક પાસે મળી આવી છે.

હોર્ન વગાડી ત્રાસઃ સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અહી આ કાર ચાલક લગભગ સતત 20 મિનિટ જેટલા સમય સુધી હોર્ન અને સાયરન વગાડી અને ઘોઘાટ ફેલાવી સ્થાનિક લોકોને પરેશાન કરતો હોવાની વિગતો સામે આવી છે. એડિશનલ કલેક્ટર લખેલી સરકારી ગાડીમાં ડ્રાઇવર નશાની હાલતમાં હોય તેમ જ ઇંગ્લિશ દારૂની દારૂ ભરેલી બોટલ પણ સ્થળેથી મળી છે.

પોલીસને જાણ કરીઃ જેમાં આ બનાવ બાદ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ અટકાયત કરીને આગળની કારવાહી હાથ ધરી છે. આ કારના ડ્રાઇવર અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તે જે.ડી. અજમેરા એજન્સીમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે ડ્રાઇવર બેદરકારીથી કાર ચલાવતો હોવાનું પણ જણાવ્યું હતું. જેમાં સ્થાનિક લોકોએ દોડી આવી અને કારને રોકી લીધી હતી અને શીતલ પાર્કમાં આ ગાડીને રોકી પાડી છે.

આ પણ વાંચોઃ Rajkot Crime : પુત્રના નવાબી શોખમાં દેવુ થઈ જતા પિતા બન્યા ભોગ

સરકારી ગાડીઃરૂડામાં ફરજ બજાવતા કર્મચારીએ જણાવ્યું છે કે, આ ગાડી ઓફિસની છે જેમાં ઓફિસમાંથી તેમને ફોન આવ્યો હતો કે ગાડી ઓફિસમાં નથી ત્યારે તેમના દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે ડ્રાઇવર ડીઝલ પુરાવાનું કહી ગાડી ઓફિસ ખાતેથી લઈ ગયો હતો. પરંતુ હાલ આ ડ્રાઇવર નશાની હાલતમાં જોવા મળ્યો છે. આ ગાડીનો ડ્રાઇવર રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખી સતત હોર્ન અને સાયરણ વગાડીને ઘોંઘાટ અને હેરાનગતિ કરતો હતો અને સીન સપાટા કરતો હોવાની પણ વિગતો સામે આવી છે. ગાંધીગ્રામ પોલીસ દ્વારા આ તમામનો કબજો લઈને તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કારવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details