રાજકોટઃ રાજકોટ શહેરની ભાગોળે આવેલા વાવડી ગામમાં વોર્ડ ઓફિસમાંથી કરોડો રૂપિયાના કીમતી દસ્તાવેજોની ચોરી થયાની ઘટના સામે આવી છે. જ્યારે આ વાવડી ગામ લગભગ સાતથી આઠ વર્ષ પહેલાં જ રાજકોટ કોર્પોરેશનમાં ભળ્યું હતું. ત્યારે આ વાવડી ગામના મોટાભાગના દસ્તાવેજ ગ્રામ પંચાયતની ઓફિસમાં પડ્યા હતાં. જ્યારે વાવડી ગામ કોર્પોરેશનની ઓફિસમાં ભળ્યુ ત્યારે આ પંચાયતની ઓફિસને વોર્ડ ઓફિસર બનાવવામાં આવી હતી. જેમાંથી કરોડો રૂપિયાના કિમતી દસ્તાવેજો ગુમ થયાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. જેને લઇને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
તલાટી મંત્રીએ વિઝીટ કરતા મામલો સામે આવ્યો : આ મામલે રાજકોટ વાવડી ગામ વિસ્તારના મામલતદાર કે.કે. કરમટા જણાવ્યું હતું કે વાવડી ગામમાં પંચાયતમાં જે તે સમયના જુના રેકોર્ડ અને દસ્તાવેજો રાખવામાં આવતા હતા. જ્યારે તે કોર્પોરેશનમાં ભળ્યુ ત્યારે આ પંચાયત ઓફિસને મનપાની વોર્ડ ઓફીસ બનાવવામાં આવી હતી. જેમાં જુના દસ્તાવેજો પણ રાખવામાં આવ્યા હતા. ત્યારે છે બે ત્રણ દિવસ પહેલા વિસ્તારમાં તલાટીમંત્રી કામ અર્થે આ વોર્ડ ઓફિસમાં ગયા હતા જે દરમિયાન તેની સામે આવ્યું કે જે કબાટમાં તેઓ રેકોર્ડ રાખતા હતા. તેમાં આ દસ્તાવેજો હતા નહિ. જેની જાણ તલાટી મંત્રીએ અમને કરી હતી અને અમે એક દિવસ વિસ્તારમાં પ્રાથમિક તપાસ કરાવી છતાં આ દસ્તાવેજો અમને મળ્યા નહોતા જેના કારણે અમે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો Rajkot Crime : પુત્રના નવાબી શોખમાં દેવુ થઈ જતા પિતા બન્યા ભોગ