રાજકોટ : રાજકોટના કુવાડવા રોડ પર રહેતા અને મૂળ રાજસ્થાનના યુવાનનું શંકાસ્પદ મોત થયું છે. જ્યારે યુવાન મિત્રો સાથે રહીને અહી મજૂરી કામ કરતો હતો એવામાં ગઇકાલે મિત્ર સાથે મારકૂટ થઈ હતી. ત્યારબાદ યુવાનનું મોત થયું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે મિત્ર સાથે યુવાનને મારામારી થઈ હોવાના સીસીટીવી વિડિયો પણ સામે આવ્યા છે. જો કે યુવાનનું મોત ક્યાં કારણોસર થયું છે તેને લઈને પીએમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. જ્યારે આ ઘટના મામલે મૃતકના ભાઇ વિવેક તોમર નામના યુવાને માહિતી આપી હતી કે મોબાઈલ બાબતે બંને વચ્ચે સર્જાઈ મારામારી થઇ હતી.
અમે ચાર પાંચ જણા સાથે જ રહીએ છીએ. તેમજ જમવા માટે રૂમ પર ગયા હતા. જ્યારે જમ્યા બાદ અમારી વચ્ચે મજાક મસ્તી શરૂ હતી. એવામાં મારા ભાઈ હરવીરસિંગ અને દોલતરામ વચ્ચે પણ મજાક મસ્તી શરૂ હતી. ત્યારે હરવીરસિંગે દોલતરામનો મોબાઇલ સાઈડમાં મૂક્યો હતો. એવામાં દોલતરામને એવું લાગ્યું કે તેનો મોબાઈલ હરવિરસિંગે લઈ લીધો છે અને બંને વચ્ચે મારામારી સર્જાઈ હતી...વિવેક તોમર ( મૃતકના ભાઈ )
બેભાન થતાં હોસ્પિટલ લઇ ગયાં : મારામારીની ઘટના દરમિયાન હરવીર બેભાન થઈ ગયો હતો અને તેને તાત્કાલિક પહેલા ખાનગી હસ્પિટલમાં લઇ ગયા હતાં. ત્યારબાદ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. અહી તેને મૃત જાહેર કર્યો છે.
મોબાઈલને લઇને શરુ થયેલી મજાક મારામારીમાં પરિણમી બી ડિવિઝન દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી : મજાક મજાકમાં મારામારી અને બાદમાં યુવકનું મોત થતા સમગ્ર મામલે રાજકોટની ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે આ ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે. તેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે બંને યુવકો એકબીજા સાથે મારામારી કરી રહ્યા હતા. જ્યારે અન્ય યુવકો તેને છોડાવી રહ્યા હતા તેવામાં રાજસ્થાનના પરપ્રાંતીય શ્રમિકનું રાજકોટમાં મોત થતાં તેના પરિવારજનો પણ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતાં. જો કે આ યુવાનના મૃતદેહનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવાનનું ક્યાં કારણોસર મોત થયું છે તે સામે આવશે.
- Navsari News : માણેકપોર ગ્રામસભામાં છૂટા હાથની મારામારી, જાણો શું હતો મામલો...
- Ahmedabad Crime : અસામાજિક તત્વો બેફામ, તલવારોથી મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસે ગુનો નોંધી 5 ઈસમોની કરી ધરપકડ
- સાથી કામદારની મજાક કરવી ભારે પડી, ન કરવાનું કરી નાંખ્યું