ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime : રાજકોટમાં પકડાયો રીઢો બાઇક ચોર, 50થી વધુ બાઈક ચોરી સહિતના અનેક ભેદ ઉકેલાશે - રાજકોટ ક્રાઇમ

રાજકોટમાં બાઇક ચોરાઇ હોય તેવા ઘણા કેસમાં ભેદ ઉકેલાવાની આશા જાગી છે. રાજકોટ એ ડિવિઝન પોલીસે 50થી વધુ બાઇક ચોરનારા અબ્દુલ પઠાણ નામના રીઢા બાઇક ચોરને પકડ્યો છે. આ રીઢા બાઇક ચોરે કઇ રીતે ચોરીના ધંધાનો પથારો કર્યો હતો અને તેની પાસે કેટલો મુદ્દામાલ મળ્યો તે જૂઓ.

Rajkot Crime : રાજકોટમાં પકડાયો રીઢો બાઇક ચોર, 50થી વધુ બાઈક ચોરી સહિતના અનેક ભેદ ઉકેલાશે
Rajkot Crime : રાજકોટમાં પકડાયો રીઢો બાઇક ચોર, 50થી વધુ બાઈક ચોરી સહિતના અનેક ભેદ ઉકેલાશે

By

Published : Apr 11, 2023, 6:41 PM IST

5 લાખથી વધુના મુદ્દામાલના સ્પેર પાર્ટ્સ પકડાયા

રાજકોટ : રાજકોટ એ ડિવિઝન પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે. જેમાં 50થી વધુ બાઈક ચોરીના રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે તેની પાસેથી 12 જેટલા ચોરાઉ બાઈક કબ્જે કરવામાં આવ્યા છે. આ સાથે જ બાઈકના રીઢા ચોર પાસેથી અનેક ચોરાઉ બાઈકના સ્પેર પાર્ટ્સ પણ ઝડપાયા છે. આવો મોટો બાઇક ચોર પકડાતાં અનેક કેસ ઉકેલાવાની શક્યતાઓ છે.

અનેક કેસ ઉકેલાશે : એક અંદાજ મુજબ પોલીસે બાઈક ચોરીના રીઢા ગુનેગાર આરોપીના ઘરમાંથી રૂ.5 લાખથી વધુના મુદ્દામાલના સ્પેર પાર્ટ્સ પકડી પાડ્યા છે. જ્યારે આ ઈસમની એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાંથી 50થી વધુ બાઇકની ચોરીના રીઢા ગુનેગારને પોલીસે પકડી પાડતાં અનેક ભેદ ઉકેલાવાની પણ શક્યતાઓ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા બાઇક ચોરી કરતા બે શખ્સની કરાઇ ધરપકડ

કેવી રીતે પકડાયો રીઢો બાઇક ચોર : રાજકોટ એડિવિઝન પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક ઈસમ ચોરાઉ બાઈક સાથે હોસ્પિટલ ચોકના સર્વિસ રોડ ઉપર ઉભો છે. જેને પોલીસે રોક્યો હતો અને બાઈકના ડોક્યુમેન્ટ માંગ્યા હતાં. પરંતુ આ ઈસમે ગોળગોળ જવાબ આપતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

ઘરના બગીચામાં મળ્યાં સ્પેર પાર્ટ્સ : પોલીસની પૂછપરછમાં રીઢા બાઇક ચોરે કબૂલ્યું હતું કે આ બાઈક તેણે ત્રણ ચાર દિવસ પહેલા શહેરની કરણસિંહજી સ્કૂલના પાર્કિંગમાંથી ચોર્યું હતું. જેની પોલીસે ખરાઈ કરતા આ બાઈક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આ ઈસમની વધુ પૂછપરછ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે ઈસમ દ્વારા બાઇક ચોરીને તેના સ્પેર પાર્ટ્સ અલગ અલગ કરીને પોતાના ઘરમાં આવેલા બગીચામાં રાખ્યા છે. જ્યારે પોલીસે તેના ઘરમાં તપાસ કરી તો અલગ અલગ બાઇકના ચોરાઉ સ્પેરપાર્ટ મળી આવ્યા હતાં. જો કે આ તમામ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને બાઇક ચોર અબ્દુલ પઠાણ નામના ઇસમની વધુ પૂછપરછ હાથ ધરી હતી.

આ પણ વાંચો વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બાઇક ચોર ઝડપ્યો, વાહનચોરીના અનેક ગુનાનો આરોપી

ચેસીસ નંબર પણ ભૂંસી નાખતો :પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અબ્દુલ પઠાણ ગેરેજનું કામકાજ જાણતો હોવાથી તહેવાર દરમિયાન અને ધાર્મિક સ્થળોએ પાર્કિંગમાં રાખવામાં આવેલા વાહનોની ચોરી કરતો હતો. ત્યારબાદ આ વાહનોના સ્પેરપાર્ટ અલગ અલગ કરી નાખતો હતો અને પોતાના ગેરેજમાં વેચતો હતો. જ્યારે આ ચોરાઉ વાહનોના ચેસીસ નંબર પણ મશીનની મદદથી ભૂંસી નાખતો હતો. જેના કારણે કોઈપણ રીતે વાહનની ઓળખ થઈને શકે નહીં. ત્યારબાદ પોતાના ગેરેજમાં આવતા ગ્રાહકોને આ ચોરાઉ વાહનોના સ્પેરપાર્ટ લગાડી આપતો હતો અને ઊંચી રકમ મેળવતો હતો. જોકે રાજકોટમાં આ પ્રકારનું વાહન ચોરીનું કૌભાંડ સામે આવતા પોલીસ દ્વારા હવે આ ઈસમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં વધુ વાહન ચોરીના ભેદ ઉકેલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

રાજકોટના વિવિધ વિસ્તારથી બાઇક ચોરી : આ અંગે રાજકોટના એસીપી બી. જે. ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એ ડિવિઝન પોલીસ દ્વારા એક રીઢા બાઈક ચોરને પકડી પાડવામાં આવ્યો છે. જે આરોપીનું નામ છે અબ્દુલ હમીદભાઈ પઠાણ. જેને એ ડિવિઝન પોલીસના ડી સ્ટાફના માણસો દ્વારા શંકાસ્પદ મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીની પોલીસે વધુ પૂછપરછ કરતાં તેની પાસેથી આ મોટરસાયકલના કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ મળ્યા નહોતાં. જ્યારે તેના ઘરે તપાસ કરતા આ ઇસમના ઘરેથી 50 જેટલા અલગ અલગ મોટરસાયકલના સ્પેરપાર્ટો મળી આવ્યા હતાં. જ્યારે ઇસમની પોલીસ દ્વારા વધુ પૂછરછ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details