ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime : જામકંડોરણામાં ફરિયાદીનો પોલીસ પર આક્ષેપ, ગૃહ પ્રધાન સુધી લેખિત ફરિયાદ - માનસિક ત્રાસ

રાજકોટના જામકંડોરણામાં ખેતરના રસ્તા બાબતે તકરારમાં કોર્ટ કેસમાં કેસ હારી જનાર ફરિયાદીના પુત્ર પર જીવલેણ હુમલો કર્યો છે. ત્યારે આ બનાવમાં અગાઉ પણ જામકંડોરણા પી.એસ.આઈ. ભોગ બનનારને ખોટી રીતે હેરાન કરતા હોવાની એસ.પી. અને ગૃહપ્રધાન સુધી લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જાણો સમગ્ર મામલો...

Rajkot Crime
Rajkot Crime

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 12:12 PM IST

જામકંડોરણામાં ફરિયાદીનો પોલીસ પર આક્ષેપ, ગૃહ પ્રધાન સુધી લેખિત ફરિયાદ

રાજકોટ : જામકંડોરણામાં ખેતીની જમીનના રસ્તા બાબતે તકરારના થયેલ કોર્ટ કેસમાં ફરિયાદીના પુત્ર પર પોલીસની સાંઠગાંઠથી હુમલો થયો હોવાની બાબત સામે આવી છે. આ સમગ્ર મામલામાં સ્થાનિક જામકંડોરણા પોલીસ સ્ટેશનના PSI વી.એમ. ડોડીયાની આરોપીઓ સાથેની ખુલ્લી મીલીભગત અને સાંઠગાંઠથી એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો છે. જેથી આ બાબતે ઈજાગ્રસ્ત યુવકે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એક વ્યક્તિની અટકાયત કરી હોવાની પોલીસ પાસેથી માહિતી સામે આવી છે. જો કે અન્ય વ્યક્તિઓને પણ મામલો ઠંડો પડે ત્યાં સુધી નહિ અટક કરવામાં આવે તેવી પણ ચર્ચા શરૂ થઈ છે.

શું હતો મામલો ? આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભોગ બનનાર રાજેશભાઈ નરશીભાઈ લાલકિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તેમના દૂધના વ્યવસાયને લઈને તેમના વિતરણના કામ અર્થે લગવા ભરતા હતા. તે દરમિયાન તેમની વાડી પાસેના શેઢા પાડોશી અપ્પુ વસંત રાદડિયાએ તેમના પર પાછળથી પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી તેઓ નજીકના ડેલામાં બચવા માટે ઘૂસી ગયા હતા. ત્યારે હુમલો કરના અપ્પુ પણ ડેલામાં ઘૂસી ગયો અને ફરી હુમલો કરતાં ડેલામાં રહેલ મહિલાને પણ પાઇપનો ઘા લાગ્યો હતો. જે બાદ તે ત્યાંથી ભાગી છૂટયો હતો.

હિચકારો હુમલો : સાથે અન્ય શખ્સ રાજેશ વસંત રાદડિયા અને વસંત રવજી રાદડિયાએ ફરિયાદી રાજેશભાઈને જાહેરમાં બેફામ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. તેઓ પણ ત્યાંથી નાસી છૂટયા હતા. ત્યારે મારામારીમાં ઈજાગ્રસ્ત રાજુભાઈએ પોતાના પરિવારના સભ્યોને ફોનથી જાણ કરતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. સમગ્ર બાબતની જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીનો આક્ષેપ : આ બનાવમાં મૂળ ખેતીની જમીનના રસ્તાના ગાડામાર્ગની તકરાર છે. જેમાં ભોગ બનનાર રાજેશભાઈના પિતાએ જમીનના રસ્તા બાબતે કરેલ કોર્ટ કેસમાં નિર્ણય તેમના પિતાની તરફેણમાં આવતા હુમલો કરનાર વ્યક્તિઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું છે. સાથે પરિવારે એવું પણ જણાવ્યું છે કે, જમીનના રસ્તા બાબતના કેસમાં જામકંડોરણા PSI વી.એમ. ડોડીયા આરોપીને ખુલ્લું સમર્થન કરીને ઈજાગ્રસ્ત રાજેશભાઈ લાલકિયાને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી અને ગાળાગાળી કરી માનસિક હેરાન કરતાં હોવાની રાવ કરી છે. જેથી આ બાબતમાં જામકંડોરણા PSI વી.એમ. ડોડીયા આરોપીઓને સમર્થન કરીને રાજુભાઈ લાલકિયાને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. તે બાબતની લેખિત ફરિયાદ રાજુભાઈના પિતા નરશીભાઈ લાલકિયાએ રાજકોટ જિલ્લા પોલીસ વડાથી લઈને ગૃહ પ્રધાન સુધી કરી છે.

કાયદાને પડકાર ? આ અંગે જામકંડોરણા PSI વી.એમ. ડોડીયાનો સંપર્ક કરતાં એવું જણાવ્યું છે કે, આ બનાવમાં કોઈ વિરૂધ્ધના પુરાવા નથી મળ્યા એટલે અમે કોઈની અટક કરી નથી. પરંતુ આ બાબતે જ્યારે જામકંડોરણા પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. ને ફોન કરતાં એકની અટક કરી હોવાનું સવારે જણાવ્યું હતું. ત્યારે આ કેસમાં કોઈનો જીવ જશે તો પોલીસ ચોક્કસ જવાબદાર બનશે, કારણ કે થોડા સમય પહેલા જ પોલીસની આરોપીઓ સાથેની સાંઠગાંઠ અને ફરિયાદીને સમર્થન ના કરીને આરોપીને સમર્થન કરતાં હત્યાની ઘટના બની છે. જેની શાહી હજી સુકાઈ નથી. ત્યાં જામકંડોરણા PSI વી.એમ. ડોડીયા ફરિયાદીને નહીં પણ આરોપીને પૂરતું સમર્થન કરી અને કોર્ટ કાયદાને ખુલ્લો પડકાર આપે છે. ઉપરાંત મીડિયાને પણ ધમકાવવાના પ્રયત્ન કરતાં હોવાનું પણ સામે આવ્યું છે.

ફરિયાદીની ચીમકી :આ બનાવમાં જામકંડોરણા PSI વી.એમ. ડોડીયા આરોપીને પૂરતું સમર્થન કરી અને કોર્ટના હુકમને ઘોળીને પી ગયા છે. ફરિયાદીને હજુ પણ સમર્થન ન કરીને આરોપીઓને ખુલ્લું સમર્થન કરતાં પણ જણાઈ રહ્યા છે. ત્યારે આ બનાવમાં પોલીસ ખોટી રીતે ફરિયાદીને અરજીના બહાને બોલાવી પોલીસ સ્ટેશનમાં હેરાન કરી રહી છે. ત્યારે આ બાબતમાં ફરિયાદી રાજુભાઈના પરિવારે માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરશે તો પોલીસની જવાબદારી રહેશે તેવી લેખીત ફરિયાદ કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, કોર્ટના હુકમને સમર્થન કરવાને બદલે આરોપીઓને સમર્થન કરનાર જામકંડોરણા PSI વી.એમ. ડોડીયા સામે તપાસના આદેશ મળે છે કે મામલાને દબાવા માટે ફરી ફરિયાદીને હેરાન કરે છે. તે અધિકારીની કાયદા પ્રત્યેની નિષ્ઠા ઉપર નિર્ભર છે.

  1. Rajkot Crime: લાકડાની ગેરકાયદેસર ચોરી ઉપર ઉપલેટા મામલતદારે ધોંસ બોલાવી, 25 ટન લાકડા ઝડપ્યા
  2. Rajkot Crime: ઉપલેટામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સજા

ABOUT THE AUTHOR

...view details